‘ઘોસ્ટ સ્ટોરીઝ’ની શોર્ટ ફિલ્મમાં જાહન્વી કપૂર અને વિજય વર્મા ચમકશે…

ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ સાથે ‘લસ્ટ સ્ટોરીઝ’ બાદ ફરીવાર ઝોયા અખ્તર કામ કરવાની છે. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પ્રોજેક્ટના ચાર ડિરેકટરોમાંની એક ડિરેક્ટર ઝોયા અખ્તર છે. ઝોયાની શોર્ટ ફિલ્મમાં તે જાહન્વી કપૂર અને ‘ગલી બોય’ ફેમ વિજય વર્માને કાસ્ટ કરવાની છે. સ્વાભાવિક છે કે ‘ગલી બોય’ પણ ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી હતી અને હવે તે ફરીવાર વિજય વર્મા સાથે કામ કરશે.
ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ પરની આ ઓરિજિનલ ઇન્ડિયન ફિલ્મનું પ્રોડક્શન ઓગસ્ટમાં શરૂ થશે. ‘લસ્ટ સ્ટોરીઝ’ બાદ કરણ જોહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી આ ચારેય ડિરેક્ટર્સ ફરી એક ફિલ્મ માટે કરશે. આ વખતે તેઓ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ એટલે કે ભૂતની સ્ટોરીઝ પર કામ કરવાના છે. આ દરેક સ્ટોરી એકબીજા સાથે કનેક્ટેડ હશે. નેટફ્લિક્સ પરની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરિઝ’ એન્થોલોજી ફિલ્મ છે, જેમાં ૪ શોર્ટ સ્ટોરિઝ છે. તેની જેમ જ આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પણ એક એન્થોલોજી ફિલ્મ હશે. એન્થોલોજી એટલે અલગ-અલગ વાર્તાઓનો સંગ્રહ.