ઘરમાં આ છોડને રાખવાથી ચમકી જાય છે કિસ્મત, કંગાળને પણ બનાવી દે છે માલામાલ…

પૈસા કમાવવા માટે લોકો સખત મહેનત કરે છે જેથી કરીને તેઓ એક સારું જીવન પસાર કરી શકે. જીવનમાં પૈસા કમાવવા માટે મહેનત કરવાની સાથોસાથ તમે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલ ઉપાયો પણ અજમાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પૈસાની બચત જળવાઈ રહે તેના માટે ઘરમાં ક્રાસુલાનો છોડ જરૂર લગાવવો જોઈએ. ક્રાસુલાનો છોડ ઘરમાં રાખવાથી ધનમાં બરકત થાય છે અને તેના લીધે આ છોડને મની ટ્રી પણ કહેવામાં આવે છે.
સામાન્ય રીતે લોકો ધનલાભ માટે ઘરમાં મની પ્લાન્ટ રાખે છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ માનવામાં આવેલ છે કે મની પ્લાન્ટ આસપાસ હોવાથી ધનની કમી ક્યારેય થતી નથી. મની પ્લાન્ટ ની જેમ જ વાસ્તુ શાસ્ત્રમાં ક્રાસુલાનો છોડ પણ ધન લાભ સાથે જોડવામાં આવેલ છે અને આ છોડને ઘરમાં રાખવાથી વ્યક્તિ માલામાલ બની જાય છે.
જોવામાં આ છોડ એકદમ ફેલાયેલો લાગે છે અને તેનાં પાંદડાં પણ થોડા જાડા અને પહોળા હોય છે. ક્રાસુલા છોડના પાંદડા મુલાયમ હોય છે અને થોડા સખત પણ હોય છે. આ છોડને દરરોજ પાણી આપવાની જરૂરિયાત રહેતી નથી અને જો તમે બે-ત્રણ દિવસે પણ પાણી ના આપો તો તે સુકાતું નથી. આ છોડને તમે નાના ક્યારામાં પણ લગાવી શકો છો. આના સિવાય આ છોડને ઊર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે અને નકારાત્મક ઉર્જા ખતમ થઇ જાય છે. સાથોસાથ આ છોડને ઘરમાં રાખવાથી ઘરની હવા પણ શુદ્ધ રહે છે.
આ છોડ સાઇઝમાં નાનો હોય છે અને ઓછી જગ્યા પણ રોકે છે. આ છોડને ફેંગશુઇમાં પણ શુભ માનવામાં આવેલ છે. ફેંગશુઈ અનુસાર આ છોડને ઘરમાં રાખવાથી પૈસા પોતાની મેળે ખેંચાઈને આવે છે અને તમને ધનલાભ પ્રાપ્ત થાય છે.

આ છોડને ક્યાં રાખવો…
ક્રાસુલાનો છોડ અમે ફક્ત ઘરની અંદર જ રાખો અથવા ઘરના પ્રવેશદ્વાર પાસે જ લગાવો. જો તમે તેને ઘરના પ્રવેશ દ્વાર ની પાસે રાખો છો તો તેને જમણી બાજુ રાખો. એવું માનવામાં આવે છે કે તેને ઘરના પ્રવેશદ્વાર પાસે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. વળી ધનલાભના હેતુ માટે આ છોડને ઘરના પોતાના રૂમમાં રાખો. રૂમમાં આ છોડને રાખવાથી ધન હાનિ થતી નથી અને પૈસામાં બરકત રહે છે.
આ છોડને ઘરમાં રાખવાથી થોડા દિવસો બાદ જ તમને તેની અસર જોવા મળશે અને ઘરમાં સુખ-શાંતિ તથા ધનની કમી થશે નહીં. આ છોડ સિવાય તમે ઈચ્છો તો પોતાના ઘરમાં મની પ્લાન્ટ પણ રાખી શકો છો. આ બંને છોડને એક સાથે રાખવા પણ શુભ માનવામાં આવે છે. જો કે તમે મની પ્લાન્ટ અને ફક્ત દક્ષિણ દિશાની તરફ જ રાખો અને આ છોડને પાણી આપતા રહો.