ગ્રાહકોને નિયત વજન કરતાં ઓછો જથ્‍થો આપવા બદલ મે. સુખડિયા ગરબડદાસ બાપુજી સામે કાયદેસરની કાર્યવાહી…

આણંદ : અમૂલ ડેરી રોડ ઉપર આવેલ મે. સુખડિયા ગરબડદાસ બાપુજી દ્વારા ફાફડાનું વજનત કરતાં ગ્રાહકોને નિયત જથ્‍થા કરતાં ઓછો જથ્‍થો આપવા બાબતે તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થયેલ વીડિયો તથા ગ્રાહક તરફથી રૂબરૂમાં મળેલ ફરિયાદના આધારે ખેડા/આણંદના મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી એચ. એસ. પટેલની રાહબરી હેઠળ સીનિયર અને જુનિયર નિરીક્ષકોની ટીમને સાથે રાખી તા. ૨૬/૧૦/૨૦૨૦ અને  તા. ૨૭/૧૦/૨૦૨૦ના રોજ ફરિયાદ બાબતે તપાસ કરતાં મે. સુખડિયા ગરબડદાસ બાપુજી, અમૂલ ડેરી રોડ શાખા, આણંદ દ્વારા ફાફડાના વજન કરતાં ગ્રાહકને નિયત જથ્‍થાં કરતાં ઓછો જથ્‍થો આપેલ હોઇ ધી લીગલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ હેઠળ ગુન્‍હો બનતો હોઇ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું ખેડા/આણંદના મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી એચ. એસ. પટેલે એક યાદી દ્વારા જણાવ્‍યું છે.