ગેમ ઓફ થ્રોન્સ’ રિલીઝ થતા પહેલા જ ૨ કરોડ લોકોએ જાઈ લીધી..!!

લોકપ્રિય ટીવી શોનાં કેટલાક ચાહકો માટે ગેમ ઓફ થ્રોન્સ સીઝન ૮ થોડા સમય પહેલા જ આવી ગઈ. એટલે કે કેટલાક ચાહકોએ આ સીઝનને ‘ડાયરેક્ટ ટીવી નાઉ’ પર જ જાઈ લીધી. હોલીવુડ રિપોર્ટર મુજબ આ સિરીઝ ડાયરેક્ટ ટીવી નાઉ પર રાત્રે ૯ વાગ્યાની જગ્યાએ સાંજે ૫ વાગે પ્રીમિયર થઈ ગઈ હતી. ઘણા ફેન્સે કલાકો માટે આ સિરિઝને લાઈવ જાઈ હતી. જાકે ત્યાર બાદ તેને હટાવી દેવામાં આવી.
ડાયરેક્ટ ટીવી નાઉનો માલિકી હક ‘એટીએન્ટી’ પાસે છે. એટીએન્ડીના પ્રતિનિધિએ જણાવ્યું કે, “અમારા કર્મચારીઓ પણ ગેમ ઓફ થ્રોન્સ માટે ખુબ ઉત્સાહી થઈ ગયા હતા તેઓએ ભૂલથી ડાયરેક્ટ ટીવી નાઉમાં આ સિરિઝને લાઈવ કરી દીધી હતી.” કર્મચારીઓએ કÌšં કે, અમને આ ભુલની જાણ થતા જ તેને લાઈવ થતી અટકાવી દીધી”
અમેરિકન ટીવી શો ‘ગેમ ઓફ થ્રોન્સ સીઝન ૮’ની રાહ જાવાની રાત્રે જ સમાપ્ત થઈ. પરંતુ ભારતમાં ગેમ ઓફ થ્રોન્સ સીઝન ૮ની થોડી રાહ જાવી પડશે.