ગૃહિણીઓને રાહત : સિંગતેલનાં ભાવમાં ૪૦ રૂપિયાનો ઘટાડો થયો

પાચ દિવસમાં ૧૦૦ના વધારા પછી ગૃહિણીઓને રાહત…

રાજકોટ,
ભારે મોંઘવારીનાં માર સામે લોકો માટે આનંદનાં સમાચાર આવી રહ્યાં છે. સિંગતેલનાં ભાવમાં ૨ દિવસમાં ૪૦ રૂપિયાનો ઘટાડો થયો છે. ૧૫ દિવસમાં ૧૦૦ રૂપિયાનાં વધારા પછી ભાવ ઘટતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ. ૧૯૦૦ની નજીક ગયો હતો. હજુ શનિવારે જ લેવાલીના અભાવે સિંગતેલમાં રૂ. ૨૦નો ઘટાડો થયો હતો ત્યારે ફરી વખત રૂ. ૨૦નો ઘટાડો થયો છે. આમ બે દિવસમાં રૂ. ૪૦નો ઘટાડો થયો છે. બજારમાં લેવાલીનો અભાવ હોવાથી આ ઘટાડો નોંધાયો છે.

મહત્વનું છે કે બજારમાં સોમવારે બજારમાં લેવાલી નહીં હોવાથી સિંગતેલ લૂઝના ભાવ રૂ. ૧૦૫૦ બોલાયો હતો. જ્યારે ગત સપ્તાહે સિંગતેલ લૂઝનો ભાવ રૂ.૧૧૦૦થી વધી ગયો હતો. જેમાં નજીવા ટેન્કરના કામકાજ નોંધાયા હતા. નાફેડ મગફળી રિલીઝ નહીં કરતી હોવાથી જે તે સમયે બજારમાં મગફળીની અછત નોંધાઈ હતી. જેને કારણે સિંગતેલના ભાવ ઊંચા ગયા હતા. હાલ બજારમાં લેવાલી નહીં હોવાથી મગફળીના ભાવ નીચા ગયા છે. જેથી કરીને સિંગતેલના ભાવ નીચા ગયા છે. ભાવ ઘટ્યા બાદ સિંગતેલનો ડબ્બો રૂપિયા ૧૮૪૦-૧૮૫૦ આજુબાજુમાં છે.