ગૂગલ-એપલને એપ સ્ટોર પરથી ટિક-ટોક હટાવવા સરકારનો આદેશ

કેન્દ્ર સરકારે ગૂગલ અને એપલને પોતાના એપ સ્ટોર્સ પરથી પ્રખ્યાત ચાઇનીઝ શોર્ટ વીડિયો મોબાઇલ એÂપ્લકેશનને હટાવી લે. જાણકાર વર્તુળોએ આ માહિતી આપી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આ એપ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવાનો ઇનકાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટના ચીફ જÂસ્ટસ રંજન ગોગોઇના વડપણ હેઠળની બેંચે આ મામલે સુનાવણીની તારીખ ૨૨મી એપ્રિલ નક્કી કરી છે. ઘટનાક્રમ અંગે સૂત્રોએ માહિતી આપી હતી કે મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના આ પગલાથી એપની ડાઉનલોડ પ્રક્રિયા બ્રેક વાગશે. જાકે જેમના મોબાઇલમાં અગાઉથી ટિક-ટોક હશે તેઓ એપનો ઉપયોગ કરી શકશે.
સૂત્રો મુજબ હાઇકોર્ટે સરકારને ટિક-ટોક પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. મંત્રાલયે ગૂગલ અને એપલને પોતાના એપ સ્ટોર પરથી ડીલીટ કરવાની વાત કરી છે. હવે આ કંપની પર છે કે તેઓ આદેશનું પાલન કરે અથવા તો આ મામલે અપીલ કરે.