ગુજરાત લોકસભા-૨૦૧૪ કરતાં ૨૦૧૯માં બે ગણાં વધુ કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત લોકસભા-૨૦૧૯ની ચૂંટણીના સંવંદેનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, ગુજરાત લોકસભા-૨૨૦૧૪ની ચૂંટણી સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં બે ઘણાં વધુ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરાયા છે.
ગત ચૂંટણીમાં આખા રાજ્યમાં ૧૦,૭૭૫ કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા હતા જ્યારે આ વખતે રાજ્યના ૨૧ હજાર કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કર્યાં છે. દર વખતે ચૂંટણીનું જાહેરનામુ બહાર પડયાના થોડા દિવસો બાદ સંવેદનશીલ કેન્દ્રોની યાદી જાહેર કરી દેવામાં આવતી હતી પરંતુ આ વખતે નિયમમાં ફેરફાર કરીને ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ જ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે.
રાજ્યની ભૌગોલીક પરિÂસ્થતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ મતદાન કેન્દ્રો અલગ તારવવામાં આવ્યાં છે. સંવેદનશીલ મતદાન કેન્દ્રો એવા જાહેર થતાં હોય છે જ્યાં ભૂતકાળની ચૂંટણીઓમાં ગેરરીતીઓ થઈ હોય અથવા તો ફરિયાદો ઉઠી હોય તથા અધિકારીઓ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યુ હોય તેવા કેન્દ્રોનો સમાવેશ કરાય છે. જેથી આ પ્રકારના કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવતો હોય છે.