ગુજરાત કોંગ્રેસના આ નેતા પર લાગ્યો પ્રચાર કરવા પર 72 કલાકનો પ્રતિબંધ

ઇલેક્શન કમિશને બુધવારના રોજ કોંગ્રેસ ગુજરાતના સુરતના કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા પર પણ ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઇલેક્શન કમિશન મુજબ બાબુ રાયકાએ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે તેમના પર 72 કલાક ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

ઇલેક્શન કમિશને કહ્યું હતું કે, 11 એપ્રિલના રોજ પાર્ટી કાર્યકર્તાઓ અને મતદાતાઓને સંબોધિત કરતા બાબુ રાયકાએ શાલીનતાની સીમાને પાર કરતા અસંયમિત અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ઇલેક્શન કમિશન આની નિંદા કરે છે અને બે મેના સાંજના 4 વાગ્યાથી 72 કલાક માટે ભારતમાં કોઇપણ જગ્યાએ પ્રચાર કરવા પર તેમના પર રોક લગાવવામાં આવે છે.

આ પહેલા ઇલેક્શન કમિશને ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર પણ એક ચૂંટણી સભા દરમિયાન વાંધાજનક નિવેદન આપવા બદલ 72 કલાકનો ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.