ગુજરાતમાં ૧૬થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે : ભરતસિંહ સોલંકી

આણંદ,
આણંદ લોકસભાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ બોરસદ તાલુકાના દેદરડા ખાતે મતદાન કર્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે વહેલી સવારથી જ કોંગ્રેસ તરફે જંગી મતદાન થઈ રહ્યું છે. લોકોમાં ઉમંગ ઉત્સાહ છે, હર્ષભેર મતદાન કરી રહ્યા છે. મતદારોનો જુવાળ કોંગ્રેસ તરફી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ ૧૬થી વધુ બેઠકો મળે તેમ છે પરંતુ આજના મતદાન બાદ કહી શકાશે કે, સુધારો થાય અને વધુ બેઠકો મળે. પોતાની જીત અંગે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં તેઓએ જણાવ્યું હતુ કે, જે રીતે મતદારો કોંગ્રેસ તરફે મતદાન કરવા નીકળી પડ્યા છે તે જાતાં પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતુ.