ગુજરાતમાં વરસાદે લીધો બ્રેક, રાજ્યમાં સરેરાશ ૪૪ ટકા વરસાદની ઘટ…

કચ્છ, સૌરાષ્ટ અને મધ્ય ગુજરાતમાં પાણી વિના લોકોની હાલત કફોડી બની રહી છે…

ગાંધીનગર,
ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ હતી. પરંતુ ત્યારથી મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. કચ્છ, સૌરાષ્ટ અને મધ્ય ગુજરાતમાં પાણી વિના લોકોની હાલત કફોડી બની રહી છે. હાલની સ્થતિમાં રાજ્યમાં ૧૯ જુલાઈએ સામાન્ય કરતા ૪૪ ટકા વરસાદની અછત નોંધાઈ છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન ૨૬૧.૨mm વરસાદની સામે આ વર્ષે માત્ર ૧૪૫.૭mm વરસાદ નોંધાયો છે. તેમાં પણ સૌરાષ્ટ અને કચ્છમાં સૌથી વધારે ૬૩ ટકા વરસાદની ઘટ રહી છે.

હવામાન ખાતા અનુસાર, આગામી અઠવાડિયામાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી, જેના કારણે હાલની Âસ્થતિમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. ચોમાસું મોડું પડવાના કારણે ખેતી અને ડેમમાં રહેલા પાણીના લેવલ પર ખરાબ અસર પડી શકે છે.

હવામાન ખાતાના પ્રાદેશિક ડિરેક્ટર જયંતા સરકારે કહલ કે, આગામી સાત દિવસોમાં સાઉથ ગુજરાત અને પૂર્વ બેલ્ટમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જાકે તેમ છતાં નોર્થ, સેન્ટ્રલ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં વરસાદની હાલ સંભાવના નથી. ચોમાસું આ રીતે બ્રેક લે તે અસમાન્ય છે. સામાન્ય રીતે જુલાઈથી ઓગસ્ટના મહિનામાં ગુજરાતમાં વધારે વરસાદ પડતો હોય છે. એટલે હજુ એક મહિનો બાકી છે.