ગુજરાતમાં કોરોના અંત તરફ, ૯ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિ : રિકવરી રેટ ૯૭.૬૬ ટકા…

26

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૮૫ કેસો, ૩૦૦થી વધુ દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ ૯૭.૬૬ થયો…

અત્યાર સુધીમાં ગુજરાતમાં ૭,૧૪,૧૩૧ ફ્રન્ટલાઈન કોરોના વર્કર્સને રસી આપવામાં આવી…

આણંદ : ગુજરાતમાં કોરોના નરમ પડી ગયો છે આજે ૧૩ જિલ્લામાં શૂન્ય કેસ છે. સાથે કોરોના સંક્રમણની જાણે કમર તૂટી ગઈ હોય તેમ એક્ટિવ કેસ ઘટીને ૧૮૦૦થી પણ ઓછા થઈ ગયા છે. એટલે કે ૧,૭૮૧ કેસ હાલ સક્રિય છે અને ૩૦૦થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ ૯૭.૬૬ ટકા નોંધાયો છે.


  • જિલ્લા- કોર્પોરેશન મુજબ નોંધાયેલા કેસ

વડોદરા ૭૭, અમદાવાદ કોર્પોરેશન ૪૯, રાજકોટ ૪૭, સુરત ૪૬, ગાંધીનગર ૯, ગીર સોમનાથ – જામનગર ૮, કચ્છ ૬, ભાવનગર કોર્પોરેશન ૫, આણંદ – ૪, મહીસાગર ૪, ખેડા – મોરબી – જૂનાગઢ ૩, અમરેલી – દાહોદ – દેવભૂમિ દ્વારકા – મહેસાણા – સાબરકાંઠા ૨, અરવલ્લી – ભરૂચ – નવસારી ૧.


રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પોઝીટીવ નવા ૨૮૫ કેસો નોંધાયા છે અને ૨ દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે ૩૦૨ દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં ૨,૫૮,૨૭૦ લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ ૩૦ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧,૭૫૧ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪,૩૯૯ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨,૬૪,૪૫૦ પર પહોંચ્યો છે.

૨ાજયમાં આજે બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુ૨, ડાંગ, નર્મદા, પંચમહાલ, પાટણ, પો૨બંદ૨, સુરેન્દ્રનગ૨, તાપી, વલસાડ, અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય એમ કુલ ૧૩ જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યભરમાં એકતરફ કોરોનાના કેસો કાબૂમાં આવી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યભરમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. હાલ રાજ્યનો રિકવરી રેટ ૯૭.૬૫% પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે નોંધાયેલા કેસોની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૫૫ નવા કેસ નોંધાયા હતા, જેની સામે કાલે ૪૯૫ લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા હતા.