‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’ ફિલ્મના ત્રણ પોસ્ટર રિલીઝ…

મુંબઈ,
જાન્હવી કપૂર સ્ટારર ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ બાયોપિકના પોસ્ટર્સ રિલીઝ કરાયા છે. ભારતની પહેલી આઈએએફ મહિલા ઓફિસર પર આધારિત આ ફિલ્મ જાન્હવી કપૂરની ‘ધડક’ ફિલ્મ બાદ બીજી ફિલ્મ છે. આ ફિલ્મને પણ કરણ જોહરે જ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મના ત્રણ પોસ્ટર્સ રિલીઝ કરાયા છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૩ માર્ચના થિયેટરમાં આવશે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર આ પોસ્ટર્સ રિલીઝ કર્યા છે.
કરણ જોહરે જાન્હવી કપૂરનું પોસ્ટર શેર કરતાં લખ્યું કે, ‘તેને કહેવામાં આવ્યું હતું કે છોકરીઓ પાઇલટ નથી બનતી પણ તે ઊડવા માગતી હતી.’ મહિલા પાઇલટના રોલમાં દેખાતી જાહન્વીનો ફોટો શેર કરી ફિલ્મમેકર કરણે લખ્યું કે, ‘હિંમત અને બહાદુરી સાથે તેણે પુરુષપ્રધાન દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું.’
ફિલ્મમાં પંકજ ત્રિપાઠી જાન્હવી કપૂરના પિતાના રોલમાં છે. તેનું પોસ્ટર શેર કરતાં કરણે લખ્યું હતું કે, ‘તેની હિંમત- તેના પિતા. તેમણે તેને ઊડવા માટે પાંખો આપી.’