ગાર્ડે પહેલા 6 વર્ષની બાળકીની કરી હત્યા પછી લાશ સાથે બનાવ્યો શારીરિક સંબંધ

જે સિક્યોરિટી ગાર્ડના ભરોસે લોકો પોતાના ઘર અને પરિવાર છોડે છે, એ જ ગાર્ડે કોલોનીમાં રહેતી 6 વર્ષની માસૂમ બાળાની હત્યા કરીને તેની લાશ સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યા. આ રુંવાડા ઊભા કરી દેતી ઘટના દેવભૂમિના નામથી પ્રસિદ્ધ ઉત્તરાખંડના હરિદ્વારની છે.

હરિદ્વાર SSPએ આ અંગે જણાવ્યું હતું કે, અમે 6 વર્ષની બાળકીની હત્યા અને પછી તેની લાશ લાથે શારીરિક સંબંધ બનાવનારા સિક્યોરિટી ગાર્ડની ધરપકડ કરી છે. બાળકી સાથે રમી રહેલા બાળકોએ જણાવ્યું હતું કે, તેમણે છેલ્લીવાર બાળકીને આરોપી સાથે જ જોઈ હતી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ગાર્ડે પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. ઘટના સ્થળેથી જે પુરાવાઓ મળ્યા છે, તે પુરાવા પણ સિક્યોરિટી ગાર્ડ આ ઘટનામાં સામેલ હોવા તરફ આંગળી ચીંધી રહ્યા છે.