ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ શરૂ, સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચ્યા…

17
  • ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતનું પરિણામ, સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે…
  • કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના ગઢ આણંદ જિલ્લામાં કોંગ્રેસનો સફાયો- જિલ્લા, તાલુકા અને પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય…
  • આણંદ જિલ્લા પંચાયતની તારાપુર બેઠક પર ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રીજા નિકુંજની કારમી હાર…
  • કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ અને ૫માં ઉમેદવારી કરી હતી, બંનેમાં હારી ગયા…

આણંદ : રાજ્યમાં ૨૮ ફેબ્રુઆરીના રોજ ૮૧ નગપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ઈવીએમમાંથી જનતાનો જનાદેશ આવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. સવારથી જ મતગણતરી કેન્દ્રો પર કાઉન્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

છ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ સ્થાનિક ચૂંટણીમાં પણ છેલ્લી ઘડીએ જંગી મતદાન થયું હતું અને મતદાનની ટકાવારી વધી હતી. ૨૦૨૧માં જિલ્લા પંચાયતોમાં ૬૬.૬૭ ટકા, તાલુકા પંચાયતોમાં ૬૯.૧૮ ટકા અને નગરપાલિકાઓમાં ૫૯.૦૫ ટકા મતદાન નોંધાયું હતું. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ નરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં લીડ કરી રહ્યું છે તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. પ્રાથમિક પરિણામોમાં સુત્રાપાડા લોઢવા તાલુકા પંચાયત પર ભાજપના ઉમેદવારની એક મતથી જીત થઈ છે જે દર્શાવે છે કે એક-એક વોટ કેટલો કિંમતી હોય છે. ધારીમાં ભાડેર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજોને પરાસ્ત કર્યા છે.