ગાંધીજી અને શિક્ષણ : “મહામારીના સંદર્ભમાં શિક્ષણ અંગેના ગાંધીજીના વિચારો…”

શિક્ષણ પ્રત્યેના પોતાના વિચારોમાં ગાંધીજીની વિચારધારા શિક્ષણદર્શનના વ્યવહારવાદની તાત્વિક વિચારધારા સાથે મેળ ખાય છે. તેમના મત મુજબ મળતા સારાંશ નીચે મુજબ રજુ કરી શકાય છે. જે મહામારીના ઉપાયો તરીકે વિચારી શકાય છે.
  • (1) સાચું શિક્ષણ બળ જીવન પોતે  જ છે :
જીવનનું મૂલ્ય સમજનાર બાળક મોટો થઈ અન્યના જીવનનું મૂલ્ય સમજનાર માણસ બનશે. જેની નિર્દયતા, અસહિષ્ણુતા, જડતા જેવા ભાવો વિકસિત ન થવાથી કોરોના જેવી મહામારી ઉત્પન્ન થવાની શક્યતાઓ જ ન રહે.
  • (2) ગાંધીજીના મતે શાળાકીય પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ હોવી જોઈએ :
આ મુદ્દાઓ પરથી કહી શકાય કે, ગાંધીજી શિક્ષણને જીવનથી અલગ નથી પાડતા એમ જ તેઓ શાળાને સમાજથી અલગ નથી ગણતાં. શાળામાં હેન્ડ, હેડ અને હાર્ટ કેળવીને એવી પ્રવૃત્તિ કરાવવામાં તેઓ માનતા (જે 3H તરીકે ઓળખાય છે) જેથી સમાજ નવનિર્માણ અવિરત ચાલતું રહે. હાલની પરિસ્થિતિ એજ પરિસ્થિતિ માટે લાલબત્તી સમાન છે કે માત્ર મગજ કેળવાયેલું હોય અને હૃદય કેળવાયેલ નહીં હોય તો સમાજ, દેશ કે વિશ્વને શિક્ષિત માણસ નુકશાન જ પહોંચાડશએ। પરંતુ 3H દ્વારા કેળવણી પામેલ મનુષ્ય કોરોના જેવી મહામારીમાંથી પણ ઉકેલ શોધી કાઢશે. તે માત્ર પોતાનો નહીં પરંતુ વિશ્વનો ફાયદો જોશે.
  • (3) ઉદ્યોગ દ્વારા કેળવણી / બુનિયાદી કેળવણી :
ગાંધીજીએ ઉદ્યોગ દ્વારા કેળવણી પર એટલો બધો ભાર મુક્યો કે પાછળથી તે બુનિયાદી કેળવણીનું લક્ષણ બની ગયું. પિંજણ, કાંતણ, સફાઈ કામ, બાગકામ, પ્રાથમિક સારવાર, સુથાર કામ, કડિયાકામ, રસોઈકામ આ દરેક કાર્યને તેઓ શિક્ષણ કાર્યમાં જ વણી લેવામાં માનતા હતાં. જો આવું શક્ય બને તો જ રાષ્ટ્ર સ્વાવલંબી બને તથા કોઈ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં તે અન્ય રાષ્ટ્ર પર આધારિત ન બને. તથા “ચીની કમ”ના નારા લગાવવા ન પડે. તેમના આરોગ્ય સંદર્ભેના પ્રયોગો કોરોના મહામારી રોગપ્રતિકારક શક્તિમાં મદદરૂપ બને તેમ છે. કાંતણ-પિંજણ, લુહારી-સુથારી કામ જેવા વ્યવસાય થકી મહામારીને અંતે આર્થિક સંકડામણ અનુભવતો નાનામાં નાનો માણસ સ્વાવલંબનથી ઉભો રહી શકે. અને પ્રાથમિક સારવાર થકી તે પહેલું સુખ તે જાતે નર્યાં ઉક્તિ દેશ માટે સાર્થક કરી શકે. ગાંધીજીના અહિંસક વિચારો જ કોરોના મહામારીની એકમાત્ર દવાનું મૂળ કહી શકાય.
  • લેખક:- એકતા ઠાકર : મુ. શિ,બામણગામ પ્રાથમિક કન્યા શાળા, તાલુકો :- આંકલાવ, જિલ્લો :- આણંદ