ગાંગુલીની ભારતીય ટીમને સલાહ : વિશ્વકપની જગ્યાએ યોગ્ય ખેલાડીઓની પસંદગી કરો…

હાલમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા એકદિવસીય વિશ્વ કપ પહેલા ભારતીય ટીમની નંબર ચારની પોઝિશન વિશે ખુબ ચર્ચા થઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પોઝિશન માટે ભારતીય ટીમની પાસે ઘણા ખેલાડી છે અને ભારતે ઘણા ખેલાડીઓને આ નંબર પર રમાડ્યા, પરંતુ વિશ્વ કપ સુધી તે નક્કી ન થઈ શક્યું હતું કે, આ નંબર પર કોણ રમશે.
તેવામાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ભારતીય ટીમે અત્યારે આગામી વર્ષે રમાનારા ટી૨૦ વિશ્વ કપને જોવાની જગ્યાએ પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરવો પડશે અને તેને વધુમાં વધુ તક આપવી પડશે.
ગાંગુલીએ લખ્યું, ’ભારતીય ટીમ માટે સૌથી મહત્વપૂર્ણ વાત છે કે તે આગામી વર્ષે રમાનારા વિશ્વ કપ પર ધ્યાન ન આપે. એકદિવસીય વિશ્વ કપ પહેલા ચર્ચા હતી કે ભારતીય ટીમમાં આ વસ્તુ યોગ્ય નથી. પરંતુ ભારતીય ટીમે હવે તેના પર ધ્યાન આપવાની જગ્યાએ યોગ્ય ખેલાડીઓની પસંદગી કરી તેને વધુમાં વધુ તક આપવી જોઈએ.’