ગર્ભવતી એમી જેક્સને બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

એમી જેક્સન હાલમાં પોતાની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. ત્યારે ફરી એક વખત તે ચર્ચામાં છે. આ વર્ષે જાન્યુઆરીમાં એમીએ બોયફ્રેન્ડ જ્યોર્જ પાનાયિટૂ સાથે સીક્રેટ સગાઈ કરી હતી. પરંતુ હવે તેને પોતાના મિત્રો અને પરિવારની હાજરીમાં સત્તાવાર સગાઈ કરી છે. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
એમીએ સગાઈની પાર્ટી લંડનમાં રાખી હતી. વાયરલ વીડિયોમાં એમી જેક્સન પોતાના મંગેતર જ્યોર્જ પાનાયિટૂ સાથે ડાન્સ કરતાં જાવા મળી રહી છે.
એમીના લુકની વાત કરીએ તો તેણે બ્લેક એન્ડ વ્હાઈટ કલરનું લોંગ ગાઉન પહેર્યું હતું. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હીત. એમીનો બેબી બંપ પણ સ્પષ્ટ જાવા મળી રહ્યો હતો.