‘ગદરઃ એક પ્રેમ કથા’ની સીક્વલમાં ફરી સની અને અમીષા ચમકશે

સની દેઓલે પોલિટિક્સમાં ઝંપલાવ્યું છે અને લોકસભાની ચૂંટણીના જંગમાં સામેલ થયો હોવા છતાં તે તેની બ્લોકબસ્ટર ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સીક્વલ માટે સજ્જ થઈ રહ્યો છે. સીક્વલમાં ઓરિજિનલ કાસ્ટને જાળવી રાખવામાં આવશે એમ કહેવામાં આવી રÌšં છે કે જેમાં અમીષા પટેલ અને સનીનો સમાવેશ થાય છે.
એની સ્ટોરી ઓરિજિનલ ફિલ્મથી જ આગળ વધશે અને એમાં પણ ઇન્ડયા અને પાકિસ્તાનની જ વાત હશે. અનિલ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’નો બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફિલ્મ્સમાં સમાવેશ થાય છે. એક સોર્સે કÌšં હતું કે, ‘અમે છેલ્લાં ૧૫ વર્ષથી ‘ગદર’ની સીક્વલ પર કામ કરી રહ્યા છીએ. ‘ગદર’માં તારા (સની), સકીના (અમીષા પટેલ) તેમજ જીત (તેમના દીકરા)ની સ્ટોરી રહેશે. ઇÂન્ડયા અને પાકિસ્તાનના એંગલ સાથે એની સ્ટોરી આગળ વધશે. કાસ્ટ એ જ રહેશે. અમે સની સાથે આ આઇડિયાની ચર્ચા કરી હતી.’