ગંભીરની કોઈ પર્સનાલિટી નથી અને તેનામાં ઘણો એટીટ્યૂડ છેઃ શાહિદ આફ્રિદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર પર નિશાનો સાધ્યો છે. તેણે કહ્યું કે, ગંભીરની કોઈ પર્સનાલિટી નથી અને તેની સાથે એટીટ્યૂડનો પ્રોબ્લેમ છે. આફ્રિદીએ આ વાત તેની બાયોગ્રાફી ગેમ ચેન્જરમાં લખી છે. જણાવી દઈએ કે, આફ્રિદીએ ગેમ ચેન્જરમાં પોતાની સાચી ઉંમર અંગે ખુલાસો કર્યો છે, ત્યારબાદથી આ ઓટોબાયોગ્રાફી ચર્ચામાં છે.

આફ્રિદી અને ગંભીરની વચ્ચે દુશ્મની જુની છે. બંનેની દુશ્મનીની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી. કાનપુરમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે વનડે મેચ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત જાણે એમ છે કે, આફ્રિદીની બોલ પર ગંભીર રન લેવા માટે દોડી રહ્યો હતો, ત્યારે જ બંને વચ્ચે ટક્કર થઈ ગઈ હતી.

આફ્રિદીએ ગંભીર સાથે દુશ્મનીને પર્સનલ ગણાવતા કહ્યું કે, કેટલીક પ્રતિદ્વંદ્વિતા પ્રાઈવેટ હોય છે, તો કેટલીક પ્રોફિશનલ હોય છે. ગંભીર તેમાં પહેલો મામલો છે. કમજોર ગૌતમ, તે અને તેનું વલણ એક સમસ્યા રહ્યા છે. તેની પાસે કોઈ વ્યક્તિત્વ જ નથી. તે ક્રિકેટના મહાન ખેલાડીઓમાં એક મુશ્કેલ ચરિત્ર છે. તે કોઈ મહાન ખેલાડી નથી. તેના નામે કોઈ મહાન રેકોર્ડ નથી. તેની પાસે ઘણો એટિટ્યૂડ છે. આફ્રિદીએ વધુમાં લખ્યું છે કે, ગંભીરના વલણને પ્રતિસ્પર્ધી ન કહી શકાય. વાસ્તવમાં, તે જ્યારે રમતો હતો તે દિવસોમાં તે નકારાત્મકતાથી ભરેલો હતો.

2007ની ઘટનાનો ઉલ્લેખ કરતા આફ્રિદીએ લખ્યું કે, મને 2007 એશિયા કપ દરમિયાન ગંભીર સાથે રન-ઈન યાદ છે. જ્યારે તેણે એક રન પૂરો કરી લીધો હતો અને તે સીધો દોડીને મારી સામે આવી ગયો. અંપાયરોએ તેને પૂર્ણ કરવાનું હતું કે મારે પૂર્ણ કરવાનું હતું. ઉલ્લેખનીય છે કે, અમારી વચ્ચે એકબીજાની ફિમેલ રિલેટિવ્સ વિશે ચર્ચા થઈ.

તેમણે આગળ લખ્યું કે, ગંભીર એવો વ્યવહાર કરે છે, જાણે તે ડૉન બ્રેડમેન અને જેમ્સ બોન્ડની વચ્ચે એક ક્રોસ હોય. કરાચીમાં અમે લોકો તેને સરયાલ (બળેલો) કહીએ છીએ. મને સિમ્પલ, ખુશ અને સકારાત્મક લોકો પસંદ છે. કોઈ ફરક નથી પડતો કે તે આક્રામક રહે કે પ્રતિસ્પર્ધી, પરંતુ તમે. સકારાત્મક હોવા જોઈએ, પરંતુ ગંભીર નહોતો.