ખેતલાઆપા ટી સ્ટોલ સંચાલકને મોટો ઝાટકો હાઇકોર્ટે એક લાખનો દંડ ફટકાર્યો : દબાણ હટાવવા આદેશ…

ખોટી અરજી કરી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરી કોર્ટનો સમય બગાડવા બદલ ઉધડો લીધો…

અમદાવાદ : અમદાવાદીઓને ચાનું ઘેલું લગાડનારા ખેતલાઆપા ટી સ્ટોલને હાઇકોર્ટ મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટમાં ખોટી રીતે અરજી કરવા તથા સરકારી જમીન પર ખોટી રીતે દબાણ કરવાના કેસમાં હાઇકોર્ટે ખેતલાઆપા ટી સ્ટોલને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોને હાઇકોર્ટે મોટો ઝટકો આપી રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ખોટી રીતે સરકારી જમીન પર દબાણ કરી ટી સ્ટોલ ચલાવવા બદલ અને નાહકની ખોટી અરજી કરી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરી કોર્ટનો સમય બગાડવા બદલ ઉધડો લીધો હતો. હાઇકોર્ટે ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો, સાથે જ સરકારી જમીન પર દબાણ હટાવવા આદેશ કર્યો હતો, સાથે જ તંત્રને તાત્કાલિક જમીનનું પજેશન પાછું લેવા માટે આદેશ કર્યો હતો.