ખેડૂત નેતા રાકેશ ટિકૈત આબુ રોડથી ટ્રેક્ટર યાત્રા લઇ ગુજરાતમાં એન્ટ્રી કરશે…

24

કોંગ્રેસના નેતાઓ પણ ટ્રેક્ટર યાત્રામાં જોડાશેઃ ચાવડા

ગાંધીનગર : આગામી એપ્રિલ મહિનાની ચાર અને પાંચ તારીખે દિલ્હી ખેડૂત આંદોલનના આંદોલનકારી નેતા રાકેશ ટીકેટ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે દિલ્હી આંદોલનનો રેલો ગુજરાતમાં પહોંચવાના એંધાણ વચ્ચે સરકાર સજાગ થઈ ગઈ છે. દિલ્હીમાં ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાંક મહિનાથીઓથી આંદોલન ચાલી રહ્યું છે.
આવતીકાલે રાકેશ ટિકૈત ગુજરાત આવશે ત્યારે આબુ રોડથી ટ્રેક્ટર યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. કિસાન સંઘર્ષ મંચની ટ્રેક્ટર યાત્રાને કોંગ્રેસનું સમર્થન પહેલાથી મળી ગયું છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પણ ટ્રેક્ટર યાત્રામાં જોડાશે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, ખેડૂતોને વાત કરતા અટકાવાય છે. પરંતુ અમારું ખેડૂત હિતની વાત કરનારાને સમર્થન હંમેશાં છે.
આજે આ સંદર્ભે કોંગ્રેસના અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને લઈને ભાજપ સરકાર જે ૩ કાયદા લાવી છે તે ખેડૂત, ખેતીને બરબાદ કરનાર છે. કિસાન કાયદાને લઈને જે વાતાવરણ ઉભું થયું છે, તે ખુબજ ખરાબ છે. કોંગ્રેસ હંમેશાં ખેડૂતોના હિતમાં વાત કરે છે. ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ તેમની સાથે છે. હવે ગુજરાતમાં આવતીકાલે કિસાન આંદોલન છે. ખેડૂત વિરોધી નીતિઓને લઈને ૩ કાળા કાયદા લાવવામાં આવ્યા છે, જેમાં ખેતી, ખેડૂત બરબાદ થઇ જવાનો ડર છે અને નફાખોરી થવાની છે. કાળા કાયદાનો વિરોધ લોકો કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો દ્વારા પ્રેસ કરવામાં આવી તેમ છત્તા ખેડૂત આગેવાનોની ધરપકડ કરવામાં આવી. સરકારી ભાષણ, રેલીઓ, ચૂંટણીઓમાં કોરોના નડતો નથી, પરંતુ પ્રજાની સુખાકારીના નિર્ણયોમાં નડે છે. ખેડૂતો હક અને અધિકાર માટે આંદોલન ચલાવી રહ્યા છે.
સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે. રાકેશ ટિકૈત ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. રાકેશ ટિકૈત ૪ અને ૫ એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે જેમાં ટિકૈત ૪ એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે.

૪ એપ્રિલે રાકેશ ટિકૈત અંબાજી આવશે…
૧૨.૩૦ કલાકે ટીકેત કરશે અંબાજી માતાના દર્શન
૧૨.૪૫ કલાકે અંબાજીમાં કિસાનોનું ટીકેત કરશે અભિવાદન
૨.૩૦ કલાકે પાલનપુરમાં કિસાનો સાથે ટીકેત કરશે કિસાન સંવાદ
સાંજે ૫ કલાકે ટીકેત ઊંઝા ઉમિયા માતાના કરશે દર્શન.
૫ એપ્રિલે રાકેશ ટીકેત અમદાવાદ ગાંધી આશ્રમની લેશે મુલાકાત
૧૦ કલાકે ટીકેત કરમસદ સરદાર પટેલ ના નિવાસ સ્થાને જશે..
૧૧ કલાકે છાની વડોદરા ગુરુદ્વારાના કરશે દર્શન..
૩ કલાકે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે કિસાનો સાથે કરશે સંવાદ