ખેડા જિલ્લા નડિયાદ શહેરમાં કોરોના સામે રક્ષણની જાગૃત્તિ અંગે જનજાગૃત્તિ રેલી યોજાઇ…

નડિયાદ : કોરોનાથી બચવા સાવચેતીના પગલાં લેવાના ભાગરૂપે આજે ખેડા જિલ્‍લા અને નડીઆદ શહેરના વહીવટીતંત્ર – નગરપાલિકા – જિલ્‍લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે એક જનજાગૃત્તિ રેલી (માર્ચ પાસ્‍ટ) કાર્યક્રમ નડિયાદ ખાતે યોજાયો હતો.

ફરજિયાન માસ્‍ક પહેરવું એ કોરોનાને મ્‍હાત આપવાનું પહેલું પગથિયું છે. માસ્‍કને આપણે સતત પહેરી રાખીશું તો કોરોના સંક્રમણ થતો અટકાવી શકીશું તેમ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ગઢવી તથા અધિક કલેકટરશ્રી મેરજાએ જણાવ્‍યું હતું.

જિલ્‍લા વહીવટીતંત્ર – પોલીસતંત્ર – નગરપાલિકામાં કર્મયોગીઓ દ્વારા યોજાયેલી આ રેલી નડિયાદ નગરપાલિકાથી પ્રારંભાયેલી ત્‍યાંથી નીકળી સરદાર પ્રતિમા થઇને સંતરામ ટાવર સુધી પહોંચી હતી.

કોરોના સામે રક્ષણ માટે માસ્‍ક એ પ્રાથમિક સુરક્ષા કવચ છે. જેથી જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને માસ્‍ક પહેરવા અનુરોધ કરવામાં આવ્‍યો છે.