ખુશીઓની બાબતમાં ભારત પાકિસ્તાનથી પાછળ કેમ?

બાલાકોટમાં પાકિસ્તાન પર પ્રહાર કરવાનો ઉત્સવ હજી પૂર્ણ થાય તે પહેલા જ યુનાઇટેડ નેશન્સ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેના લીધે ભારતની બધી ખુશીઓ પર જાણે સર્જિકલ સ્ટ્રાઇક થઇ ગઇ છે.

એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ટીવી પર કહી રહ્યાં હતાં કે તેમના ત્યાં તો આતંક જ આતંક છે. જ્યારે જુઓ ત્યારે બોમ્બ ફાટી જાય છે. રસ્તાઓ પર લાશો પડેલી હોય છે અને હવે UNનો રિપોર્ટ કહે છે કે હેપીનેસ ઇન્ડેક્સમાં પાકિસ્તાન ભારત કરતા આગળ છે.

ખુશહાલ દેશોની વાત કરીએ તો, પાકિસ્તાન સહિત 139 દેશો ભારત કરતા આગળ છે. આ યાદીમાં 156 દેશો હતા જેમાં ભારતનો ક્રમ 140મો છે. આ વર્ષે ભારતનું પ્રદર્શન ગત વર્ષ કરતા પણ કથળ્યું છે. ગત વર્ષે ભારત 133માં ક્રમ પર હતું.