ખરાબ રોલ દેખાડવો ખોટો નથી, રોલને મહાન દેખાડવો ખોટો છે : તાપસી પન્નૂ

ન્યુ દિલ્હી,
શાહિદ કપૂરની ફિલ્મ કબિર સિંહને લઈને ખુબ વિવાદ થઈ ચૂક્્યો છે. ખાસ કરીને ફિલ્મના નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાના એક ઈન્ટરવ્યૂએ તહલકો મચાવી દીધો છે. બોલિવૂડ સ્ટાર્સમાં તાપસી પન્નુએ ખુલીને ફિલ્મનો વિરોધ કર્યો છે. તાપસીએ કહ્યું કે, કોઈ ખરાબ રોલને દેખાડવો ખોટું નથી, પરંતુ ફિલ્મમાં ખરાબ રોલને મહાન દેખાડવામાં આવ્યો છે.
તાપસી પન્નુ એ કહ્યું, કબીર સિંહ અને અર્જુન રેડ્ડી જ આ ફિલ્મમાં નથી, જેમાં પુરુષવાદી માનસિકતાને દેખાડવામાં આવી છે, અહિંયા એવી ઘણી ફિલ્મો છે પરંતુ આવી રીતે, આટલુ બધુ કોઈએ નથી દર્શાવ્યું. તેમા મહિલાઓનું ચિત્રણ સારો નથી દેખાડયું અને આ ૨૦૧૯ની સૌથી વધુ હિટ છે.

પોતાની ચોઈસ વિશે તાપસી પન્નુએ કહ્યું કે, હું કંઈક અલગ પ્રકારની ફિલ્મ કરવાની કોશિશ કરું છું. આપણે દર્શકોને સમાજનો બીજા પહેલુ પણ દેખાડવો જાઈએ. મને જાણ છે કે હું કબીર સિંહ જેવી ફિલ્મ જેવો કારોબાર ન કરી શકું, પરંતુ મને તેની પરવાહ જ નથી. હું બદલાવ લાવવા માંગુ છુ અને હું પીછે હટ નથી કરી શકતી.