ખબર નહોતી ‘સન્ડે દર્શન’ નહીં આપું તો આટલાં મોટા ન્યૂઝ બની જશે ઃ બીગ બી

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન મુંબઈમાં હોય તો દર રવિવારે પોતાના ઘર ‘જલસા’ની બહાર ચાહકોને સન્ડે દર્શન આપતા હોય છે. જાકે, આ રવિવારે (પાંચ મે) અમિતાભ બચ્ચન ચાહકોને મળી શક્્યા નહીં. બિગ બીએ ટ્‌વીટ કરી હતી કે તબિયત સારી ના હોવાને કારણે તેઓ સન્ડે દર્શન માટે બહાર આવી શકશે નહીં.
અમિતાભની આ ટ્‌વીટ બાદ ચાહકો ચિંતામાં પડી ગયા હતાં અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી કરી હતી. અમિતાભને એ વાતનો સહેજ પણ ખ્યાલ નહોતો કે ચાહકોને ના મળી શકવાની વાત આટલા મોટા ન્યૂઝ બની જશે. સોમવાર (છ મે)ના રોજ તેમણે એક ટ્‌વીટ કરીને ચાહકોનો આભાર માન્યો હતો. અમિતાભ બચ્ચને ટ્‌વીટ કરી હતી, ‘મને ખ્યાલ નહોતો કે એક રવિવારે પોતાના પ્રશંસકોને જલસાના ગેટ પર ના મળી શકવાની વાત આટલા મોટા ન્યૂઝ બની જશે. તમને બધાને સ્નેહ, મારો આદર તથા સન્માન’