ક્રિકેટ પર સટ્ટો રમાડતા પકડાયેલા વેપારીનો સાગરીત ઝડપાયો

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં બુટ-ચંપલના ગોડાઉનમાંથી આઈપીએલની મેચો પર સટ્ટો રમાડતા વેપારીની ધરપકડ કરાયા બાદ તેના સાગરીતને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.
વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાસે આવેલા એક્સેલ શુઝના ગોડાઉનમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતો હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસ પહેલા છાપો મારી વેપારી રાહુલ સુભાષભાઈ શેઠ રહે. કોટયાર્ક નગર સોસાયટી, વિભાગ ૪, વાડી, શાસ્ત્રીબાગ પાસે ઝડપી પાડી રૂપિયા ૬૮ હજારની મતા કબજે કરી હતી.
આ બનાવમાં વેપારીનો સાગરીત વોન્ટેડ જાહેર કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રિતેશ ઉર્ફે મોન્ટુ સુરેન્દ્ર અગ્રવાલ રહે. કૃષ્ણ પુરી સોસાયટી, માંજલપુરને સટ્ટાકાંડમાં ઝડપી પાડી આ બંને સટોડિયા કયા બુકી પાસે સટ્ટો કપાવતા હતા. તેની તપાસ હાથ ધરી છે.