ક્યા સુધી આંદોલન ચાલુ રહેશે? ગીતા પટેલે આપ્યો આવો જવાબ

પાટીદાર અનામત આંદોલન સમિતિની બુધવારના રોજ મીટિંગ થઇ હતી, જેમાં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ અને અનામત આંદોલન વિશે વાત કરવામાં આવી હતી, જેમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, અનામત આંદોલન હવે પૂરું થઇ ગયું છે, પરંતુ ગીતા પટેલનું કંઇક અલગ માનવું હતું. ગીતા પટેલે કહ્યું હતું કે. આંદોલન નબળું ક્યારેય પડ્યું જ નથી. આંદોલન તો તેની સ્થિતિમાં હંમેશાં રહ્યું જ છે. જે કેસો પાછા ખેચવાની વાત હતી, તેને લઇને 2017મા ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા કે પાટીદાર સમાજના તમામ કેસો પાછા ખેચીશું, જે હજુ નથી ખેચ્યા, એ લડાઇ આજે પણ અમારી ચાલુ છે. અમે એકપણ વખત એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે અમે આંદોલન બંધ કરીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે,  અમને 10% આર્થિક અનામત આપી એનો અમે સ્વીકાર કર્યો છે. બાકી આંદોલન જે અમારા બેઝીક મુદ્દાઓ છે, એ પૂરા ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આંદોલન ચાલુ છે. આંદોલન પૂરું પણ નથી થયું. જ્યાં સુધી પાટીદારોના દીકરાઓ શહીદ થઇ ગયા છે, તેના અધિકારીઓ પર એક્શન ન લેવાય. જ્યાં સુધી શહીદ થઇ ગયેલા યુવાનોના ઘરે સરકારી નોકરીઓ ન મળે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેવાનું છે.

નરેશ પટેલના નિવેદનને લઇને ગીતા પટેલે કહ્યું કે, એ અમારા સમાજના અગ્રણી છે. અમારા સમાજના નેતા છે એવું કહેવું હોય તો કહી શકાય અને આવનારા દિવસોમાં અમારા અલ્પેશ કથીરિયા જેવા યુવાન જેલમાં છે. ત્યારે સાથે મળીને લોકો મંત્રણા કરશે. હજુ અલ્પેશ કથીરિયા જેલની અંદર છે, અલ્પેશ કથીરિયા જેલ મુક્ત થાય, પાટીદાર સમાજના યુવાનો પર જે કેસો છે એ પાછા ખેંચવામાં આવે અને પાટીદાર સમાજના જે દીકરાઓ શહીદ થયા છે અને અધિકારીઓ પર આજ પણ એક્શન લેવામાં આવ્યું નથી.