કૌભાંડ? સુરતની GIDCમાં ઓથોરિટીની મનમાની, વગર ટેન્ડરે 2000 ડ્રમ ખરીદી લીધા

સચીન નોટીફાઇડ દ્રારા વિના ટેન્ડરે લાખો રૂપિયાના 2000 કચરાના ડ્રમ ખરીદી લેવાતા વિવાદ ઉભો થયો છે.સચીન ઇન્ડ. સોસાયટીના માજી પ્રમુખે ગાંધીનગરના નોટીફાઇડ ડિરેકટકને પત્ર લખીને જાણ કરી છે કે સચીન નોટીફાઇડ ઓથોરીટી સરકારની વહીવટી પ્રકિયા મુજબ કામ કરતી નથી જેને કારણ ઉદ્યોગકારોને સહન કરવું પડે છે.

સચીન ઇન્ડ, સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામીએ નોટીફાઇડ ડિરેકટરને લખેલા પત્રમાં કહ્યું છે કે સચીન નોટીફાઇડ એરિયામાં 2350 પ્લોટ હોલ્ડર પાસેથી કરોડોનો વેરો ઉઘરાવવામાં આવે છે જે ઉદ્યોગોકારોની સુવિધા માટે વાપરવાનો હોય છે.સુવિધાના આયૌજન માટે જીઆઇડીસી, નોટીફાઇડ ઓથોરીટી અને સચીન ઇન્ડ. કો. ઓ. સોસાયટીના પ્રતિનિધિ ગણતરી મુકીને યોગ્ય નિર્ણય લેતા હોય છે.નિર્ણય કર્યા બાદ તેની ઉપર કામ કરવા માટે સરકારે નિયમ મુજબ જે વહીવટી પ્રકિયા બનાવી છે તે મુજબ કામ થવું જોઇએ પણ હાલમાં એવું જોવા મળી રહ્યું છે કે સચીન નોટીફાઇટ સરકારની પ્રકિયા મુજબ કામ કરતી નથી અને સચીનના સત્તાધારી સત્તાનો દુરપયોગ કરી રહ્યા છે.

હાલમાં વિના ટેન્ડરે સચીનના તળાવમાંથી માટી કાઢવાનું કામ થયું હતું જેમાં 1કરોડ રૂપિયા સચીન નોટીફાઇડે ખર્ચી નાંખ્યા. પણ ઉતાવળે આ કામ કરવામાં તળાવના તળીયેની ldpe ફીલ્મ ફાટી ગઇ લાગે છે.આમ ધારાધોરણ નક્કી કર્યા વગરના કામમાં ઉદ્યોગકારોને સહન કરવું પડે છે.

બીજું કે હાલમાં લાખો રૂપિયાના કચરાનાં 2000 ડ્ર્મ માત્ર કવોટેશનની પ્રક્રીયાથી ખરીદી લેવામાં આવ્યા છે. કોઇ ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું નથી.