કોહલી સાથેની કોમર્શિયલ એડમાં દિશાને સ્થાને સારા ચમકશે

સારા અલી ખાનને બોલિવૂડમાં આવ્યે હજુ થોડ જ સમયો થયો છે. ફિલ્મ કેદારનાથ બાદથી તેની પાસે ફિલ્મોની લાઈન લાગી છે. સિંબા હિટ થતા જ હવે તે લવ આજકલ ૨ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે હવે અહેવાલ મળી રહ્યા છે કે સારા અલી ખાને દિશા પટાની પાસેથી એક પ્રોજેક્ટ ઝૂંટવી લીધો છે. ખાસ વાત એ છે કે, દિશા આ પ્રોજેક્ટ ઘણાં લાંબા સમયથી કરી રહી હતી.
સારા ટૂંક સમયમાં જ વિરાટ કોહલી સાથે જાવા મળશે. વિરાટ કોહલી અને સારા અલી ખાન એક ટીવી કોમર્શિયલમાં સાથે નજરે પડશે. પહેલાં દિશા પટણી આમાં કામ કરવાની હતી, પરંતુ હવે સારાએ દિશાને રિપ્લેસ કરી છે.
અહેવાલ અનુસાર, આ ટીવી કોમર્શિયલનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે. સારાએ બોલિવૂડમાં શરૂઆત કરી છે અને તેને એન્ડોર્સમેન્ટની ઘણી ઓફર્સ મળી રહી છે. યુવાઓમાં તેની લોકપ્રિયતાને જાતાં આ પ્રોજેક્ટ તેને મળી રહ્યા છે. સારાની અદાઓ અને તેની સુંદરતા ફેન્સને દિવાના કરે છે. આ કારણે જ ફિલ્મ્સની સાથે-સાથે તેને જુદી-જુદી બ્રાન્ડ્‌સ અને પ્રોડક્ટ્‌સ સાથે જાડાવવાનો મોકો પણ મળી રહ્યો છે.