કોહલી સાથેના ઝઘડા બાદ અમ્પાયરે રૂમનો દરવાજા તોડી નાંખ્યો

આઇપીએલ -૧૨ વિવાદોની લીગ બની ગઇ છે. શનિવારે ૪મેના રોજ રોયલ ચેલેન્જર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચ દરમિયાન લોન્ગે આરસીબીના ફાસ્ટ બોલર ઉમેશ યાદવની એક બોલને નો-બોલ ગણાવી દીધો હતો. ટીવી પર જ્યારે રિપ્લે સામે આવ્યો તો ખબર પડી કે લોન્ગથી ભૂલ થઇ હતી. યાદવે બરોબર બોલ નાંખ્યો હતો. જેથી બોલર અને કેપ્ટન કોહલીએ અમ્પાયરના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જા કે અમ્પાયરે પોતાનો નિર્ણયને પાછો લીધો નહતો.
સત્રોના જણાવ્યા મુજબ, લોન્ગે અમ્પાયર રૂમના દરવાજાને જારથી લાત મારી હતી જેનાથી દરવાજાને નુકસાન થયું હતું. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિયશને આ અંગેની જાણકારી મેચ રેફરી નારાયમ કુટ્ટીને સોંપી હતી. જા કે લોન્ગે કર્ણાટક એસોસિયશન સાથે વાત કરી હતી અને નુકસાન ભરપાઇ માટે ૫૦૦૦ રૂપિયા પણ આપ્યા હતા