કોહલીનું દર્દ છલકાયું… ‘ટીમમાં કોઈને મારી બોલિંગ પર વિશ્વાસ નથી’

  • પોતાની બેટિંગથી ઘણા રેકોર્ડ તોડનાર વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઠ વિકેટ ઝડપી ચુક્યો છે

સાઉથૈમ્પટન,
પોતાની બેટિંગથી ઘણા રેકોર્ડ તોડનાર વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઠ વિકેટ ઝડપી ચુક્યો છે. ભારતીય કેપ્ટનના નામે તેનાથી પણ વધુ વિકેટ હોત, જો તેના સાથે તેની બોલિંગ પર વિશ્વાસ કરે, જેટલો તે કરે છે. વિરાટ કોહલીએ મજાકમાં જણાવ્યું કે, આખરે કેમ તેણે ડિસેમ્બર ૨૦૧૭ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી નથી.
વિરાટ કોહલીએ વિશ્વકપના યજમાન પ્રસારણકર્તાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, શ્રીલંકા (૨૦૧૭)માં વનડે સિરીઝ દરમિયાન અમે લગભગ તમામ મેચ જીતી રહ્યાં હતા. મેં મહેન્દ્ર સિંહ ધોનીને પૂછ્યું કે શું હું બોલિંગ કરી શકું છું. જ્યારે હું બોલિંગ માટે તૈયાર થયો, તો બુમરાહ (જસપ્રીત) બાઉન્ડ્રી પરથી રાડ પાડી અને કહ્યું, આ કોઈ મજાક નથી, આંતરરાષ્ટ્રીય મેચ છે.
વિરાટ કોહલીએ કહ્યું, ટીમમાં કોઈપણ મારી બોલિંગ પર એટલો વિશ્વાસ કરતા નથી, જેટલો મને છે. ત્યારબાદ મારી પીઠમાં તકલીફ થઈ અને મેં પછી બોલિંગ કરી નથી. કોહલી હજુ પણ નેટ પર બોલિંગ કરે છે અને તેણે આ સપ્તાહે નેટ પર બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. વિરાટ કોહલીના નામે વનડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ચાર-ચાર વિકેટ છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૧૬૩ બોલ ફેંક્યા છે પણ કોઈ સફળતા મળી નથી.