કોરોના સંક્રમણને લઈ વિદ્યાનગરમાં આજથી બપોરે ૩ વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરાશે…

62
કોરોના મહામારીને લઈને વધતા જતા સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે તા. ૮-૪-૨૦૨૧ થી આગામી તા. ૧૭-૪-૨૦૨૧ દરમિયાન દસ દિવસનું લોકડાઉન આપવાનું નક્કી કરવામાં આવ્યું…

વિદ્યાનગર : સમગ્ર રાષ્ટ્રમાં અને સાથે સાથે રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધતું ગયું છે, જેથી આણંદ શહેરને રાત્રી કર્ફ્યુમાં સમાવેશ કરવામાં આવેલ છે.

ત્યારે વિદ્યાનગર ખાતે કોરોના સંક્રમણને લઈ આજથી તા. ૮-૪-૨૦૨૧ થી તા. ૧૭-૦૪-૨૦૨૧ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવા વેપારીઓને વિદ્યાનગર નગરપાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવેલ છે. ત્યારે આજથી બપોરે ૩ વાગ્યા બાદ તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરવાની રહેશે. જેમાં રેસ્ટોરન્ટ, હોટેલો, ખાણીપીણીની લારીઓ, ચાની હાટડીઓ, અનાજ કરીયાણા જેવી તમામ દુકાનો, ઓફીસો, જીમ તથા ભીડભાડ વાળી તમામ જગ્યાઓ બપોરના ૩ થી સવારના ૬ વાગ્યા સુધી દુકાનો, ધંધો તથા ઓફીસો બંધ રાખી કોરોનાના સંક્રમણમાંથી બહાર નીકળવા સમગ્ર વેપારીઓ, એસોસિએશનના પ્રમુખ તથા સેક્રેટરી તથા સભ્યોને સાથ-સહકાર આપવા વિનંતી કરવામાં આવેલ છે.