ઈન્ડિયા

કોરોના ઈફેક્ટ : શેરબજારમાં ફરી કડાકો, ૫ લાખ કરોડનું ધોવાણ…

મુંબઈ : કોરોનાને લઈ શેરબજારમાં ફરી વખત આક્રમણકારી વેચવાલી નીકળતા મંદીનુ મોજુ ફરી વળ્યુ હતું. એક તબકકે ૧૪૦૦ પોઈન્ટથી અધિકનો કડાકો જોવાયો હતો. ઈન્વેસ્ટરોના પાંચ લાખ કરોડ ડુબી ગયા હતા. શેરબજારમાં આજે શરૂઆત જ ગેપડાઉન રહી હતી.

દિલ્હીએ પણ છ દિવસનું પૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે. મહારાષ્ટ્ર પણ મીની લોકડાઉનના બદલે સંપૂર્ણ લોકડાઉનની તૈયારીમાં હોવાના સંકેત છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનો ઈન્કાર કરવામાં આવતો હોવા છતાં પ્રાદેશિક નિયંત્રણોને કારણે અર્થતંત્રને ફટકો પડવાની આશંકાને કારણે ગભરાટ સર્જાયો છે. શેરબજારમાં આજે લગભગ તમામ ક્ષેત્રોના શેરોમાં ગાબડા પડયા હતા. પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ, ટાઈટન, એશિયન પેઈન્ટસ, એક્ષીસ બેંક, બજાજ ઓટો, બજાજ ફીનસર્વિસ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, કોટક બેંક, લાર્સન, મારૂતી, નેસલે, અદાણી પોર્ટ, ટેલ્કો વગેરે ગગડયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button