કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થતાં પૂર્વ સાંસદ દિલીપ પટેલને હોસ્પિટલમાંથી રજા અપાઈ…

આણંદ : થોડા દિવસ અગાઉ આણંદ લોકસભા પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને ડોક્ટરોની સલાહ-સૂચન બાદ કરમસદ ખાતેની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા, જે બાદ આજરોજ તેઓ કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થયા છે, જેથી તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે.