કોરોનાની સ્થિતિ જોતા ગુજરાતમાં ૩-૪ દિવસનું લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ…

200

વીકેન્ડ કર્ફ્યૂ બાબતે પણ નિર્ણય લેવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ કર્યો છે…

સાંજે કોર કમિટીની બેઠક બાદ લોકડાઉન અંગે નિર્ણય લેવાશે : CM, ખરીદી કરવા મોલ તેમજ શાક માર્કેટ તરફ લોકોની દોટ…

ગુજરાતમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસનો નિર્દેશ, સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે…

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસતાં હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે,રાજ્યમાં ૩થી ૪ દિવસનું લોકડાઉન લગાવવામાં આવે. ઉપરાંત વીકેન્ડ કર્ફ્યૂ બાબતે પણ નિર્ણય લેવા હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. રાજકીય કાર્યક્રમો પર પણ રોક લગાવવા આદેશ કરાયો છે.

  • કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી : જસ્ટિસ

ગુજરાતમાં કોરોનાનું લેવલ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આવામાં ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવે તેવા ભણકારા વાગી રહ્યા હતા. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે. સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ કર્યો કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી બની છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવા અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે. ત્યારે લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.