કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે નવમાં સ્થાને…

મહેસાણા : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫૧૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંક હવે ૨,૧૭,૩૩૩ છે. ગુજરાતમાં છેલ્લા ૧૨માંથી ૧૧ દિવસમાં કોરોનાના કેસનો આંક ૧૫૦૦થી વધારે નોંધાયો છે. હાલમાં ૧૪૭૪૨ એક્ટિવ કેસ છે જ્યારે ૯૦ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪૦૬૪ છે. ડિસેમ્બરના પ્રથમ પાંચ દિવસમાં જ ૭૫૫૩ કેસ નોંધાયા છે જ્યારે ૭૫ના મૃત્યુ થયા છે.
સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે નવમાં સ્થાને છે. હાલ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮૩૮૫૯ એક્ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૨૯૬-ગ્રામ્યમાંથી ૩૬ એમ ૩૩૨ નવા કેસ સાથે કુલ કેસનો આંક હવે ૫૧૭૨૪ છે. ડિસેમ્બરમાં અત્યારસુધી અમદાવાદમાં ૧૬૪૭ કેસ નોંધાઇ ચૂક્યા છે.