કોરોનાથી બચવા ઘરેલું નુસખાની અતિશ્યોકિતથી લોકો પડી રહ્યા છે બિમાર…

વધુ પડતા મસાલા અને વિટામીનની ટેબલેટ ખાવાથી ખાંસી, એસીડીટી, ગળામાં ખરાસ જેવી તકલીફો સર્જાઇ શકે…

કોરોના સંક્રમણથી બચવા લોકો અજીબોગરીબ નુસખા અપનાવે છે, દિવસ-રાત ઉકાળો, તુલસી, ચા જેવા નુસખા અપનાવે છે આ કરવું સારી વાત છે પરંતુ તેની માત્રામાં થોડી ગડબડ થાય તો તે હાનિકારક પણ નીવડી શકે છે. હેલ્થ એકસપર્ટસએ સંક્રમણથી બચવા અને પોતાની ઇમ્યુનિટી વધારવા ઘરેલુ નુસખા અપનાવા અને હેલ્ધી ડાયટની સલાહ શું આપી લોકો તેનો ઓવર ડોઝ કરવા લાગ્યા.

કોરોનાથી બચવા, વધુ લોકો હેલ્થ એકસપર્ટસ અને આયુષ મંત્રાલય દ્વારા અપાયેલ સલાહ અને પરંપરાગત સ્વાસ્થ્ય વર્ધક વિધિઓને અપનાવી રહ્યા છે. જો ભારતીય રસોઇથી જોડાયેલ છે અને ભારતીય જનજીવનનો ભાગ છે. આ વિધિ ખુબ લાભકારી હોય છે અને વર્ષોથી આપણા દેશમાં આ નુસખા મોસમી બીમારીથી બચાવે છે.

મહામારીઓ અને સંક્રમણ દમ્યાન રોગપ્રતિકારક ક્ષમતા વધારવા આ દેશી નુસખાઓનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જરૂરતથી વધુ કોઇ પણ કામ કરવાથી વિપરીત અસર જોવા મળે છે. આ દ્રશ્યો આપણા દેશમાં આજકાલ જોવા મળી રહ્યા છે.

છેલ્લા 30 વર્ષથી હોમીયોથેપી દ્વારા દર્દીની સારવાર કરતા ડો.ચરનજીતસિંહે જણાવ્યું કે જે ભૂખથી વધુ ભોજન કરવામાં આવે તો નુકસાનકારક છે. તેવી જ રીતે ઘરેલુ નુસખાનું પાલન કરતી વખતે વધુ મસાલાનો ઉપયોગ નુકસાનકારક નિવડી શકે છે.

ડો.સિંહે વધુ જણાવ્યું કે કાળી મરી, હળદર, આદુ, અજમો, મેથી, લવીંગ જેવી વસ્તુઓ સંતુલીત માત્રામાં રોજ ઉપયોગ કરવામાં આવે તો તેની કોઇ ખરાબ અસર નથી થતી તેમજ આપણા શરીરને હેલ્ધી રાખે છે. પરંતુ હાલના સમયમાં લોકોએ એકાએક આ સામગ્રીનો વધુ પડતો ઉપયોગ શરૂ પડતો ઉપયોગ શરૂ કરી દીધો છે. આથી તે અને શારીરિક અને માનસિક સમસ્યાઓ થવા લાગી છે.

હાલના સમયમાં જે લોકો સારવાર માટે આવે છે તેઓ વધુ પડતા મસાલાનો ઉપયોગ કરનાર અને વિટામીનની ટેબલેટ વધુ લેનાર છે. આ દર્દીઓમાં સામાન્ય રીતે ગળામાં ખરાસ થવી, શુષ્કતા, ખાંસી આવી એસીડીટી, છાતીમાં બળવુ અને મુડ સ્વીંગ થવા જેવા લક્ષણો જોવા મળે છે.

લીંબુ રોગપ્રતિકારક શકિત વધારે છે. પરંતુ લીંબુનો વધુ પડતો ઉપયોગ માથાનો દુ:ખાવો, ગળામાં તકલીફ, તાવ જેવા અનુભવો થાય છે.