કોચનાં પદ માટે કેપ્ટન કોહલીને પસંદગી કરવાનો સંપૂર્ણ હક : ગાંગુલી

ન્યુ દિલ્હી,
ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે આવેદન આવી ચૂક્યા છે. અરજીની છેલ્લી તારીખ ૩૦ જુલાઇ હતી. કોચની પસંદગી માટે ક્રિકેટ સલાહકાર સમિતિની પંસદગી કરવામાં આવી ચૂકી છે. આ વાત પર કોચની પસંદગી પર કેપ્ટનની સલાહ કેટલી મહત્વની છે તેના પર પણ ચર્ચા ચાલુ છે. ત્યાં જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ કહી ચૂક્યા છે કે તેમને ખુશી થશે જો રવિ શાસ્ત્રી ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનશે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, ભારતીય ટીમનાં હાલનાં કેપ્ટન વિરાટ કોહલીને પૂર્ણ અધિકાર છે કે, તે એ વાતને જાહેર કરે કે તેઓ કોચનાં પદ માટે કોને જોવા માંગે છે.
ગાંગુલીએ એક ફુટબોલ લીગનાં પુરસ્કાર સમારોહમાં કહ્યું કે,’તે કેપ્ટન છે, તેમની પાસે પોતાની ઇચ્છા જાહેર કરવાનો અધિકાર છે.’ ભારતીય ટીમના વેસ્ટઇન્ડિસ પ્રવાસ પર રવાના થતા પહેલા કોહલીએ કહ્યું હતું કે, જો હાલનાં કોચ રવિ શાસ્ત્રીને કોચ પદ પર કાયમ રાખવામાં આવે છે તો સમગ્ર ટીમ ખુશ થશે. તમને જણાવી દઇએ કે, શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્લ્ડકપ સુધી જ સિમિત હતો. તેને વિન્ડિઝ પ્રવાસ માટે એક્સટેંશન મળ્યું છે. આગમી મહિનાની ૧૫ તારીખથી દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ છે. તે પહેલા કોચની પસંદગી કરવી જરૂરી છે.
કોહલીએ કહ્યું હતું,’ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ હજૂ સુધી મારી પાસ કોઇ સંપર્ક કર્યો નથી. પરંતુ તેઓ મારો વિચાર જાણવા માંગે છે તો હું ત્યાં જઇને વાત કરીશ.