કોઇ ભારતની એક ઇંચ જમીન લઇ શકશે નહીંઃ અમિત શાહનો ચીનને જવાબ…

ન્યુ દિલ્હી : ચીનના પ્રોપગેન્ડા અખબાર ગ્લોબલ ટાઇમ્સએ ફરી એકવખત ભારતને પોકળ ધમકી આપી છે અને કહ્યું છે કે ભારત તાઇવાનથી દૂર જ રહે. નહીં તો ચીન કાર્યવાહી કરશે. આ બધાની વચ્ચે પોતાના ટિ્‌વટર હેન્ડલ પરથી સૈન્ય અને હથિયારોનું પ્રદર્શન પણ કર્યું અને આ બધું જ ભારત-ચીન વચ્ચે પ્રસ્તાવિત આઠમા દોરની સૈન્ય વાતચીત પહેલાં કરી રહ્યું છે જેથી કરીને ભારત તેનાથી દબાય. જો કે ભારતના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમને એનાથી કોઇ ફરક પડતો નથી.
ચીનની આ કોરી ધમકીઓથી ભારતને કોઇ અસર પડવાની નથી. ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહી દીધું છે કે કોઇપણ દેશ ભારતની એક ઇંચ જમીન પણ લઇ શકશે નહીં. તેમણે કહ્યું કે ચીનની સાથે વિવાદ ખત્મ કરવા માટે દરેક સૈન્ય અને કૂટનીતિક પ્રયાસ ચાલુ છે.
ચીનના નિષ્ણાતના નિવેદનના બહાને ગ્લોબલ ટાઇમ્સે ફરી એકવખત ભારતને ધમકાવાની કોશિષ કરી છે. ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટમાં કહ્યું છે કે ભારત જો ચીનની સાથે સરહદ વાર્તા પર તાઇવાનનો પ્રશ્ન ઉઠાવે છે તો ચીન કાર્યવાહી કરશે.
ગ્લોબલ ટાઇમ્સના મતે ચીની નિષ્ણાતે તાઇવાન અને ભારતના નજીકના સંપર્ક બાદ હિન્દ મહાસાગરમાં પરિવહન જોખમોની ચેતવણી આપી છે. આની પહેલાં ગ્લોબલ ટાઇમ્સે ચીનના યુદ્ધાભ્યાસ અને હથિયારનો વીડિયો અપલોડ કરીને ભારતને સંદેશ આપવાની કોશિષ કરી.
ચીનની આ કોરી ધમકીઓથી ભારતને કોઇ અસર થવાની નથી. ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી દીધી છે કે કોઇપણ દેશ ભારતની એક ઇંચ જમીન પણ લઇ શકશે નહીં. તેમણે કહ્યું કે ચીનની સાથે વિવાદ ખત્મ કરવા માટે દરેક સૈન્ય અને કૂટનીતિક પ્રયાસ ચાલુ છે. ગૃહમંત્રીનું આ નિવેદન ભારત અને ચીનની આઠમા દોરની વાતચીત પહેલાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત-ચીનની વચ્ચે કોર કમાન્ડર સ્તરની આઠમા દોરની વાતચીત આવતા સપ્તાહે થઇ શકે છે. સૂત્રોના મતે બંને દેશોની વચ્ચે ૧૯ ઑક્ટોબરના રોજ વાતચીત શકય છે.