કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા ખેડૂત આંદોલનમાં ભાગ લઇ રહી છેઃ ભાજપ

કેજરીવાલે દિલ્હીમાં નવેમ્બરમાં જ કૃષિ કાયદા લાગુ કર્યા

ખેડૂતોની જમીન સંપૂર્ણ રીતે સુરક્ષિત, કૃષિ કાયદા પર વિપક્ષના બેવડા ધોરણ, પોતાના લાભ માટે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે રાજકીય પાર્ટીઓ

ન્યુ દિલ્હી : કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે ખેડૂત આંદોલન પર વિપક્ષના બેવડા ચરિત્રનો આરોપ લગાવીને આકરા પ્રહાર કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે વિરોધી પક્ષો બેવડું વલણ અપનાવી રહ્યા છે. એક સમયે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર છઁસ્ઝ્ર એક્ટમાં ફેરફારની માગણી કરી રહી હતી અને હવે તે જ કોંગ્રેસ ખેડૂત આંદોલનનું સમર્થન કરે છે.
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ખેડૂતોની જમીન નવા કાયદામાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ કાયદો ખેડૂતોને સગવડો આપે છે અને ભરોસો કરે છે. ખેડૂતોની જમીન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. બેવડા ચરિત્ર અને બેવડું વલણ વિરોધી પક્ષો અપનાવી રહ્યા છે.
પ્રસાદે કહ્યું કે આજે અમે વિરોધી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, દ્ગઝ્રઁ અને તેમના સહયોગી પક્ષોના શરમજનક બેવડા ચરિત્રને દેશ સામે બતાવવા આવ્યા છીએ. આજે જ્યારે તેમનું રાજકીય વજૂદ ખતમ થઈ રહ્યું છે ત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેઓ કોઈ પણ વિરોધી આંદોલનમાં જોડાઈ જાય છે. જ્યારે શરદ પવાર કૃષિ મંત્રી હતા ત્યારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે પત્ર લખ્યો હતો.
પ્રસાદે કહ્યું કે અરવિંદ કેજરીવાલની સરકારે ૨૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ નવા કાયદાને નોટિફાય કરીને દિલ્હીમાં લાગુ કરી દીધો છે. અહીં તમે વિરોધ કરી રહ્યા છો અને ત્યાં તમે ગેજેટ બહાર પાડો છો. આ બેવડું ચરિત્ર બતાવે છે.
પ્રસાદે કહ્યું કે ખેડૂત આંદોલનના નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાજનીતિક લોકો અમારા મંચ પર ન આવે. અમે તેમની આ ભાવનાઓનું સન્માન કરીએ છીએ. પરંતુ આ બધા કૂદી રહ્યા છે. કારણ કે તેમને ભાજપ અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા માટે વધુ એક તક મળી રહી છે.