કોંગ્રેસમાંથી મળેલ ઇજ્જત અને તાકાત અલ્પેશ હેન્ડલ ન કરી શક્યોઃ હાર્દિક પટેલ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પાર્ટી છોડી ગયેલા ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર માટે પ્રતિક્રિયા આપી છે. તેમણે કÌšં હતું કે કોંગ્રેસે અલ્પેશને ઘણી ઇજ્જત આપી હતી પરંતુ કોંગ્રેસમાંથી મળેલી ઇજ્જત અને તાકાત અલ્પેશ હેન્ડલ કરી શક્્યા નહીં. અગાઉ પણ અલ્પેશ મુદ્દે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે અલ્પેશ ભાઈ બહુ રાજનીતિ શીખી ગયા છે.
હાર્દિક પટેલે કÌšં,કોંગ્રેસે આટલું સન્માન અને શÂક્ત આપી હતી પરંતુ તેઓ સંભાળી શક્્યા નહીં તેમણે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ શરૂ કરી દીધી. હાર્દિક આ સાથે જ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ મૂક્્યો હતો. હાર્દિકે કÌšં હતું કે ભાજપે તેમને લોકસભાની ચૂંટણી લડતો અટકાવ્યો. તેમણે કÌšં કે હું હાઇકોર્ટના ચુકાદાને સ્વીકારૂ છું. ભાજપના વકીલોએ મને રોકવાનો ભરપૂર પ્રયાસ કર્યો તેથી હું ચૂંટણી લડી શક્્યો નહીં. કોંગ્રેસ મને સંસદમાં મોકલવા માંગતી હતી. જાકે, હું ૨૫ વર્ષનો યુવાન છું અને ભવિષ્યમાં અનક ચૂંટણીઓ થશે.
ઉલ્લેખીય છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડ્યા બાદ એક તરફ તેઓ ભાજપમાં જાડાવા નથી તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમનું ધારાસભ્યપદ આંચકી લેવા માટેના પ્રયાસો કરાયા છે. હાર્દિક પટેલ હાલમાં દેશભરમાં કોંગ્રેસ પાર્ટી માટે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યાં છે.