કોંગ્રેસને સિધ્ધુની જરૂર નથી એટલે પંજાબમાં તેમની પાસે પ્રચાર નથી કરાવાતોઃ નવજાત કૌર

પંજાબમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલાં રાજ્ય સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજાત સિંહ સિદ્ધુના પત્ની નવજાત કૌર એ સિદ્ધુના પ્રચારને લઇ મોટું નિવેદન આપ્યું છે. નવજાત કૌર એ પાર્ટી નેતૃત્વ પર ટિપ્પણી કરતા  છે કે નવજાત સિંહ સિદ્ધુ પંજાબમાં એટલા માટે પ્રચાર કરી રહ્યા નથી કારણ કે કેપ્ટન અમરિંદર સિંહ ઇચ્છતા નથી. જા કે સમાચાર સામે આવ્યા હતા કે સિદ્ધુના ગળામાં સમસ્યા છે જેની સારવાર ચાલી રહી છે, આથી તેઓ પ્રચારથી દૂર છે.
હવે સિદ્ધુના પત્ની નવજાત કૌર એ પંજાબમાં ૧૯મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલાં કેપ્ટન અમરિંદર સિંહને લઇ મોટું નિવેદન આપ્યું. કૌર એ કે કોંગ્રેસ પાર્ટીને સિદ્ધુની જરૂર નથી, આથી પંજાબમાં તેમનાથી પ્રચાર કરાવી રહ્યા નથી.
દેશભરમાં કોંગ્રેસ પાર્ટી માટે વોટ માંગવા જનાર સ્ટાર પ્રચારક નવજાત સિંહ સિદ્ધુ પંજાબમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા નથી તેના માટે નવજાત કૌર એ કેપ્ટન અમરિંદર સિંહ પર નિશાન સાંધ્યું. નવજાત કૌર પોતાને ટિકિટ ના મળવા પર પણ મોટો આરોપ મૂકયો. તેમણે  કે કેપ્ટન અમરિંદર સિંહના લીધે જ તેમને લોકસભા ચૂંટણીની ટિકિટ મળી નથી. કેપ્ટન અમરિંદર સિંહની સાથે જ તેમણે આશા કુમારીને પણ પોતાની ટિકિટ કપાવા માટે જવાબદાર ગણાવ્યા. નવજાત કૌર એ ક કે દશેરા પર જે ટ્રેનનો અકસ્માત થયો હતો તેના માટે મને કારણ માની ટિકિટ કાપી દીધી.