કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ઉજ્જૈન પહોંચ્યા હતા.

અહીં મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા. મંદિરમાં પહોંચેલા પ્રિયંકા ગાધીએ અહીં પૂજા-અર્ચન પણ કર્યા. જે દરમ્યાન પ્રિયંકા ગાંધી સાથે મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ ઈન્દોરમાં ૪ કિલોમીટર લાંબો રોડ શો પણ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, અંતિમ તબક્કાની ચૂંટણીમાં ઈન્દોર બેઠક પર મતદાન થવાનું છે જેથી કોંગ્રેસ તડામાર ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.