કેસર કેરીનો 50 ટકા પાક નિષ્ફળ ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે

વંથલી તાલુકાના કણજા ગામે 70 વર્ષના વાલજીભાઈ આંબાભાઈ ભલાણી નામના ખેડૂતે ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થઈ હતી, જેના કારણે આત્મહત્યા કરી છે. વાલજીભાઈને સંતાનમાં બે પુત્રો છે, એક પુત્ર ભાવનગર મુકામે વેપાર કરે છે, જ્યારે બીજો પુત્ર નોકરી કરે છે.

રાજુલા- જાફરાબાદ વિસ્તારમાં વર્ષોથી આંબાના બગીચા છે. આ રાજુલા તાલુકાના વડ, ઉચૈયા, ધારાનાનેસ, હિંડોરણા તથા જાફરાબાદ તાલુકાના નાગેશ્રી, ચૌત્રા, વડ, ધારાનાનેસ, ઉચૈયા વિસ્તારમાં આંબાના બગીચાઓમાં મોટા પ્રમાણમા કેરીનો પાક નિષ્ફળ ગયો છે. સિંચાઇનું ભૂગર્ભનું પાણી ખાલી થઈ જતાં,  વાતાવરણમાં ફેરફાર, રોગ જેવા કારણથી આવેલી કેરીઓ ટપોટપ નીચે ખરી જાય છે. તો કેટલીક જગ્યાએ આંબામાં મોર આવતાની સાથે જ સુકાઇ ગયા હતા. આમ થતાં મોટાભાગે પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઓછો પાક થતાં કેસર કેરીના ભાવ ઊંચા છે. તેથી ખેડૂતોને થોડી રાહત પણ છે. 20 કિલો કાચી કેરીના રૂ.1800થી 2500 ખેતરના ભાવ છે. રાજ્ય સરકાર સરવે કરાવી કેરીના બગીચા રાખનાર ખેડૂતોને રાહત જાહેર કરે એવી માંગણી ખેડૂતો કરી રહ્યાં છે.

આબોહવા બદલાવાની અસર

તાલાલામાં આંબોહવાના ફેરફારને કારણે કેસર કેરીનો પાક તદ્દન નિષ્ફળ ગયો છે. ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ જીકુ સુવાગીયા અને સરકારી અગ્રણી છગન કણસાગરાએ મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી છે, કે તુરંત સરવે કરીને વળતર આપવા માંગણી કરી છે.

2018માં પણ સોમનાથમાં કેસર કેરીનો 80 ટકા પાક નિષ્ફળ ગયો હતો.

તાલાલા તાલુકાનો મુખ્ય પાક કેસર કેરી છે. આ વર્ષે અનુકુળ આબોહવાના અભાવે કેરીનો પાક સાવ નિષ્ફળ ગયો હોય આ અંગે ત્વરીત સર્વે કરાવી કેરીનો પાક નિષ્ફળ જવાથી દયનીય સ્થીતિમાં મુકાઈ ગયેલ કેસર કેરીના ઊત્પાદક કિસાનોને સહાય આપવા તાલાલા તાલુકા ગીર વિકાસ સમિતિએ માંગણી કરી છે.

ભાવ ત્રણગણો વધશે

મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, તાલાલા પંથકનો મુખ્ય પાક કેસર કેરી છે. આ વર્ષે વાતાવરણમાં વારંવાર બદલાવ આવવાથી કેરીનો ૮૦ ટકા પાક સાવ નિષ્ફળ ગયો છે. તાલાલા પંથકના નાશ પામેલ કેરીના પાકનો ત્વરીત સર્વે કરાવવો જોઈએ. કેસર કેરીનાં પાક ઉપર આધારીત ખેડુતો દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. ટકા પાક નિષ્ફળ કેરીનો ભાવ ત્રણ ગણો વધશે.જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ચાલુ વર્ષે બાગાયત ધરાવતા આંબાના કેરીના પાકમાં ખેડૂતોને ડિસેમ્બર ૧૮ તથા જાન્યુઆરી-૧૯ના માસમાં કમોસમી ઝેરી પવન સાથે લાંબા સમય સુધી અતિશય ઠંડી પડવાથી તથા ઝાકળ વરસાદ પડવાથી બગીચામાં આવેલ મોર મળી જવાથી કેરીનો પાક સદંતર નિષ્ફળ જતા ખેડૂતોને લાખોનું નુકસાન થયેલ છે.

કેરીના પાકનો પાક વીમામાં સમાવેશ કરો

આ પરિસ્થિતિમાં સરકારએ કૃષિ વિભાગના અધિકારી દ્વારા તાત્કાલીક સમયમર્યાદામાં સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવા માંગણી છે. તેમજ આંબાના કેરીના પાકને સરકારે પાક વીમામાં સમાવેશ કરવા અમારી માગણી છે.

આ અંગે વિસાવદર તાલુકાના ખેડૂતોએ વિસાવદર પ્રાંત ઓફીસરને તા.૧૮ એપ્રિલના રોજ પત્ર આપેલ આથી ઘટતું કરવા સરકારને ભલામણ કરવા અરજ કરેલ છે. આ અંગે કૃષિ મંત્રી તથા કૃષિ સચિવ, ગાંધીનગર તથા જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી અધિકારી અને બાગાયત વિભાગના તમામ અધિકારીઓને આવેદન પત્રની નકલ આપી પત્ર દ્વારા જાણ કરેલ છે.

ઓછા વરસાદ અને શિયાળાને કારણે કેરીને નજર લાગી છે. ઉનાળામાં કેસરનો સ્વાદ મોંઘો પડે તો નવાઇ નહીં કારણ કે કમોસમી વરસાદ વધુ પડતી ઠંડીના કારણે કેસર કેરીનો 70 ટકા પાક નિષ્ફળતાના આરે છે. માર્કેટમાં કેરીની ઓછી આવકથી વેપારીઓની પણ હાલ તો ચિંતા વધી ગઇ છે. 2018માં સખત ગરમી અને વિપરીત હવામાનના કારણે અનેક વિસ્તારમાં કેરીનું ઉત્પાદન ઘટી ગયું હતું.

દર વર્ષે 12થી 13 લાખ ટન કેરી પાકે છે

તલાલા પંથકમાં  પ્રતિકૂળ હવામાનનાં કારણે કેસર કેરીનો 70થી 80 ટકા પાક નાશ પામ્યો છે. દર વર્ષે રાજ્યમાં 12થી 13 લાખ ટન કેરી પાકે છે. આ વર્ષે પણ ઉત્પાદન 6થી 7 લાખ ટન આસપાસ રહેવાની શક્યતા છે. નિકાસમાંગ વધે તો ખેડૂતોને કેરીના ભાવ વધુ મળે તેવી સંભાવના છે.તાલાલા પંથકમાં દર વર્ષે અંદાજે રૂ.100 કરોડથી પણ વધુ કેસર કેરીનો પાક થાય છે. 13 હજાર હેકટરમાં 15 લાખ જેટલા આંબાઓ આવેલા છે. જેમાંથી ચાલુ વર્ષે 50 ટકા આંબામાં તો સાવ પાક આવ્યો જ નથી.