કેમિકલ કંપની દ્વારા દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડાતા હજારો માછલીનાં મોત

નિરમા સંચાલિત સૌરાષ્ટ કેમિકલ કંપની દ્વારા દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડાતા હજારો માછલીઓનાં મોત નિપજ્યા છે. નિરમા સંચાલિત સૌરાષ્ટ કેમિકલની બેદરકારીના કારણે આ ઘટના બની છે. આ સાથે જ માછલીઓના મોતને છુપાવવા માટે કંપનીએ પોતાના મજુરને માછીલીઓ દાટી દેવા માટે આપી દીધી હતી અને મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
મહત્વનું છે કે વર્ષોથી દરિયામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. અહીં સવાલ એ થાય છે કે માછલીઓના મોત પાછળ જવાબદાર કોણ? કોની મંજુરીથી કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠલવાઈ છે? વર્ષોથી પાણી છોડતુ હોવા છતા તંત્ર ચુપ કેમ છે? જેવા અનેક સવાલો ઉભા થયા છે.