કેન્સર મુક્ત થવા છતા હજુ વધુ 2 મહિના ન્યૂયોર્કમાં રહેશે ઋષિ કપૂર

છેલ્લાં આશરે 8 મહિનાઓથી ન્યુયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહેલા ઋષિ કપૂર હવે આ બીમારીથી મુક્ત થઈ ગયા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાની બીમારીને લઈને વાતચીત કરતા જણાવ્યું હતું કે, હવે તેમને ન્યુયોર્કથી ભારત આવવામાં હજુ વધુ 2 મહિનાનો સમય લાગશે કારણ કે, તેમનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થવાનું હજુ બાકી છે.

આ ઈન્ટરવ્યૂમાં ઋષિએ પત્ની નીતુના વખાણ કરતા કહ્યું- નીતુ મારી સાથે ચટ્ટાનની જેમ ઊભી રહી, નહીં તો હું ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ કોમ્પિકેટેડ વ્યક્તિ છું. તેમજ મારા બાળકો રણબીર અને રિદ્ધિમાએ મારી દરેક સમસ્યાઓનું ખભેખભા મિલાવીને સમાધાન કર્યું.

મારી 8 મહિના લાંબી ટ્રીટમેન્ટ ગત વર્ષે 1 મેથી USAમાં શરૂ થઈ હતી. ભગવાનનો આભાર છે, હું હવે કેન્સર ફ્રી છું પરંતુ હજુ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થશે, જેમાં આશરે 2 મહિનાનો સમય લાગશે. ઋષિએ વધુમાં કહ્યું- આ બીમારીએ તેને સંયમિત રહેવાનો અનુભવ આપ્યો. સાજા થવું એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, પરંતુ તે તમને મળેલા જીવવનું મહત્ત્વ પણ તમને શીખવે છે.

આ દરમિયાન ફેન્સની દુવાઓએ અસર બતાવી, હું તમામનો આભાર વ્યક્ત કરવા માગુ છું. ઋષિએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ટ્વિટર પર પોતાની બીમારીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કોઈ બીમારીની સારવાર કરાવવા અમેરિકા જઈ રહ્યો છું, સૌને અનુરોધ છે કે મારી બીમારીને લઈને કોઈ અનુમાન ન લગાવો.