કેન્સરનાં દર્દીની અજયને વિનંતીઃ ‘તમાકુની જાહેરાત કરવાનું બંધ કરો’

રાજસ્થાનનાં નાનાક્રમ નામના ૪૦ વર્ષનાં કેન્સરનાં દર્દીએ એક્ટર અજય દેવગણને જાહેર અપીલ કરતાં વિંનંતી કરી કે, તમાકુની જાહેરાત કરવાનું બંધ કરો. સમાજનાં હિતમાં આવી જાહેરાતો તમે ન કરો.
આ દર્દીનાં પરિવારજનોએ  કે, નાનાક્રમ અજય દેવગણનો ચાહક છે અને અજય દેવગણ જે તમાકુની જાહેર ખબરમાં આવે છે તે ખાતો હતો. પણ હવે તેને ખબર પડી કે, તમાકું જીવનમાં કેટલી આડ અસર થાય છે અને તે હવે કેન્સરનો દર્દી છે.
મહત્વની વાત એ છે કે, તેના પરિવારજનોએ તમાકુ ન ખાવા માટે ચોપાનયાં છપાવ્યા છે અને તેમાં અજય દેવગણને ઉદ્દેશીને લખ્યું છે કે, તેણે હવે તમાકુની જાહેર ખબર ન કરવી જાઇએ. આ પરિવારે ૧૦૦૦ જેટલા ચોપાનિયાં છપાવીને તેમનાં આસપાસનાં વિસ્તારોમાં ચોંટાડ્યા છે.
તેમણે છપાવેલા ચોપાનિયામાં નાનાક્રમે કÌšં કે, દારૂ, સિગારેટ અને તમાકું લોકોની જિંદગી બરબાદ કરે છે અને એટલા માટે અભિનેતાઓએ તેની જાહેર ખબર ન કરવી જાઇએ.