કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૨૮-૨૯ ઓગસ્ટના રોજ અમદાવાદ આવશે…

સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરશે…

ગાંધીનગર,
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને હટાવ્યા બાદ ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. આગામી ૨૮-૨૯ ઓગસ્ટના રોજ અમિત શાહ ગુજરાત આવશે. તેઓ અમદાવાદના મહેમાન બનશે. બે દિવસીય મુલાકાતમાં તે અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તો સંગઠનની બેઠકો પણ કરશે. તો આગામી સપ્ટેમ્બર મહિનામાં તે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની પણ મુલાકાત લેશે.
અમિત શાહ ૨૮ અને ૨૯ ઓગસ્ટે અમદાવાદની મુલાકાત લેવાના છે. આ દરમિયાન તેઓ PDPUના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ બેઠક પણ કરશે. આ બેઠકમાં સંગઠન સંરચનાને લઇને પણ ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત મંત્રી મંડળ વિસ્તરણને લઇને પણ અમિત શાહ સાથે ચર્ચા થઇ શકે છે.
દાદરાનગર હવેલીમાં અમિત શાહના પ્રવાસને લઇને નાનકડા સંઘ પ્રદેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ નાબૂદી બાદ પ્રથમ વખત પ્રદેશમાં આવી રહેલાં ગૃહમંત્રીને આવકારવા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમિત શાહના ભવ્ય સ્વાગતના આયોજન માટે પ્રદેશના પાટનગર સેલવાસમાં મહત્વની બેઠક મળી હતી. પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં દમણના સંસદ લાલુભાઇ પટેલ અને દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રદેશના મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં અમિત શાહના ભવ્ય સ્વાગત અને સન્માન માટે આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. દાદરાનગર હવેલીની મુલાકાત દરમિયાન અમિત શાહ કેન્દ્ર સરકારના અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે.છે.