કેટરિના કૈફ બ્યુટી પ્રોડક્ટ વેચતી બિઝનેસ વુમન બની, ઈ-કોમર્સ પ્લેટફોર્મ Nykaaમાં કર્યુ રોકાણ

મુંબઈ : બોલિવૂડની ગ્લેમર ગર્લ કેટરીના કૈફ હવે એક બિઝનેસ વુમન બની ગઈ છે. કેટરિનાએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ન્યાકા- દ્ગઆટ્ઠટ્ઠમાં પોતાની મૂડીનું રોકાણ કર્યું છે. મેકઅપની બ્રાન્ડ ‘કે બ્યૂટી’ લોન્ચ કરી હતી. છેલ્લા ત્રણ વર્ષથી કેટરિના આ બ્રાન્ડ પર કામ કરી રહી હતી. કેઇફના સ્થાપક કૈફની પ્રશંસા કરે છે – ઓનલાઇન બ્યુટી એન્ડ વેલનેસ રિટેલર દ્ગઆટ્ઠટ્ઠ ડોટ કોમના સ્થાપક, ફાલ્ગુની નાયરે, કૈફ સાથેના તેના સંબંધો વિશે વાત કરતા કહ્યું, “હું તેમના કામની નૈતિકતાની, બ્યુટી પ્રોડક્ટ્‌સ અંગેની તેમની સમજણની પ્રશંસા કરું છું.” તે એક સારી ભાગીદાર છે અને Nykaaમાં તેના રોકાણથી ભાગીદારી વધુ મજબુત થઈ રહી છે.
૨૦૨૦ ની શરૂઆતમાં, તેણે તેના હાલના રોકાણકારો પાસેથી ૧૦૦ કરોડ એકત્ર કર્યા હતા. ૨૦૧૯ માં આશરે ૨.૩ કરોડનો નફો કર્યો હતો. જ્યારે તેનું ટર્નઓવર ૧,૧૫૯.૩૨ કરોડ રૂપિયા હતું. માસિક સક્રિય વપરાશકર્તા ૫ મિલિયન છે. દ્ગઆટ્ઠટ્ઠના ભારતમાં ૭૦ સ્ટોર્સ છે, જે મહિનામાં ૧.૫ મિલિયનથી વધુ ઓર્ડર પૂરા પાડે છે. વેબસાઇટ પર ૪૦,૦૦૦ થી વધુ ઉત્પાદનો છે. ૪૦૦ બ્રાન્ડના ઉત્પાદનો વેચે છે. તેની ફિલ્મો ઓછી આવવા લાગી છે. ત્યારે એક બિઝનેશ વુમન તરીકે તે ઓનલાઈન બિઝનેશમાં આગળ આવી છે.