‘કેજીએફ : ચેપ્ટર-૨’ નું પ્રથમ પોસ્ટર રિલીઝ…

મુંબઈ,
‘કેજીએફ-ચેપ્ટર ૧’ને ઓડિયન્સ તરફથી શાનદાર રિસ્પોન્સ મળ્યા બાદ એના મેકર્સે ‘કેજીએફ : ચેપ્ટર ૨’નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મ માટે આ વર્ષની શરૂઆતમાં શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના આ પોસ્ટરમાં ‘અધીરા’ નામના એક કૅરૅક્ટરને ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવ્યું છે.

આ પોસ્ટરથી આ ફિલ્મ માટેની ક્યુરિયોસિટીમાં વધારો થયો છે. જેમાં બંધ મુઠ્ઠીમાં સિંહની ઇમેજવાળી એક રિંગ જોવા મળે છે. જે મજબૂત સંકલ્પ, શક્તિ અને સંઘર્ષનો સંકેત આપે છે. લાર્જ સ્કેલ પર તૈયાર થઈ રહેલી આ ફિલ્મમાં શાનદાર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જે ઓડિયન્સને શાનદાર વિઝ્યુઅલ એક્સપિરિયન્સ આપશે.